ખરાબ સેલ્સના કારણે ફોર્ડે ગયા વર્ષે જ ભારતિય બજારમાંથી નિકળવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે TATA MOTORS ફરી એકવાર FORD MOTOR COMPANYને મદદ કરવા આગળ આવી છે. અગાઉ પણ જયારે ફોર્ડ મંદીના સમયમાં ફસાઈ ગઈ હતી ત્યારે પણ ટાટા મોટર્સે ફોર્ડની મદદ કરી હતી.
ગુજરાતમાં પ્લાન્ટ બંધ: ફોર્ડનો ગુજરાતમાં આવેલો પ્લાન્ટ એપ્રિલ મહિનાથી બંધ છે. ગયા વર્ષે ભારતિય બજારમાંથી નિકળવાના નિર્ણય પછીથી કંપની પોતાના સાણંદ ખાતે આવેલા પ્લાન્ટને વેચવાના પ્રયત્નો કરી રહી છે. ત્યારે TATA GROUP ફોર્ડ કંપનીની મદદ માટે આગળ આવ્યું છે. તેણે આ પ્લાન્ટને ખરીદવામાં રસ દેખાડ્યો છે. હવે ગુજરાત સરકારે પણ TATA MOTORSના આ પ્લાન્ટ ખરીદવા માટે સહમતિ આપી દીધી છે.

ગુજરાતનો નિર્ણય: ગુજરાત મંત્રી મંડળે ગયા અઠવાડિયે થયેલી એક બેઠકમાં આ નિર્ણયને મંજુરી આપી છે. ટાટા મોટર્સનો એક કાર પ્લાન્ટ પહેલાથી જ સાણંદમાં કામ કરી રહ્યો છે. જેને TATA NENO બનાવવા માટે પશ્ચિમ બંગાળના સિંગુરથી અહીં કાર્યરત કરવામાં આવ્યો હતો.
સમાચાર પ્રમાણે ગુજરાત મંત્રી મંડળની મંજુરી આ ડીલ માટે એક ગ્રિન સિગ્નલ જેવી છે. બંને કંપનીઓ પ્લાન્ટ ખરીદવાને લઈને અનેક મુદ્દા ઉપર હાલ વાતચીત કરી રહી છે.
આ મુદ્દા મહત્વના: જેમાં ડીલની સાઈજ, મજૂરોથી જોડાયેલા મુદ્દાઓ, નાણાકીય સ્થિતિ અને અન્ય મુદ્દાઓ સામેલ છે. જો કે, બંને કંપનીઓ આ ડીલમાટે 30 મેંના રોજ એમઓયુ સાઈન કરે તેવી આશા છે. ટાટા મોટર્સ અને ફોર્ડ મોટર વચ્ચે એક બીજા ઉપર ઉપકાર કરવાનો આ સંબંધ 1999થી ચાલુ છે. રતન ટાટાએ ભારતની પહેલી પૂર્ણ સ્વદેશી કાર TATA INDICAને લોન્ચ કરી હતી. પરંતુ આ કાર બજારમાં સફળ ન થઇ શકી.

ફોર્ડનો સંપર્ક: આ પછી 1999માં રતન ટાટાએ પોતાના કાર વ્યાપારને વહેચવા માટે ફોર્ડનો સંપર્ક કર્યો.
આ સમયનો પ્રખ્યાત કિસ્સો છે કે, આ મિટીંગમાં ફોર્ડના પ્રમુખ બિલ ફોર્ડે રતન ટાટાને કહ્યું કે, જયારે કાર વિશે કઈ જાણતા જ નથી તો તેને બનાવવાનું શરુ જ શું કામ કર્યું ?. ફોર્ડ ટાટાના કાર વ્યાપારને ખરીદીને એક મોટો ઉપકાર કરવા જઈ રહી છે. આ વાત પછી રતન ટાટાએ પોતાના કાર બિઝનેસને ન વહેચવાનો નિર્ણય કર્યો. આ પછી સમય આવ્યો વર્ષ 2008. જયારે વિશ્વે વધુ એક આર્થિક મંદીનો સામનો કર્યો. આ દરમિયાન ફોર્ડ દેવાળું ફૂંકવાની સ્થિતિમાં આવી ગઈ હતી અને ત્યારે રતન ટાટાએ ફોર્ડ પાસેથી JAGUAR LAND ROVER જેવી લગ્ઝરી બ્રાંડ ખરિદી લીધી.
તેમણે ફક્ત આ કાર કંપનીને ખરિદી નહીં પરંતુ તેને સફળ પણ બનાવી. ત્યારના મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ડીલને લઈને બિલ ફોર્ડે રતન ટાટાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે. JLRને ખરીદીને ટાટા કંપની માટે એક મોટો ઉપકાર કરે છે.

