રાજકોટ શહેરની શિવરંજની વિસ્તારની હોટલમાં રાત રોકાઈને પછીથી પોતાના વતન ભાગી ગયો હતો. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરતા તે ભીલવાડા પંથકમાંથી પકડાઇ ગયો હતો.
આ હતી ઘટના:ખોડલધામના ચેરમેન નરેશ પટેલના વેવાઇને ત્યાં થયેલી હત્યાનો આરોપી ઝડપાઇ ગયો છે. શહેરના અમીન માર્ગ પર બિલ્ડર પ્રવીણભાઈ પટેલના બંગલામાં ચોરીના પ્રયાસ સાથે બંગલાના 68 વર્ષના કેરટેકર વિષ્ણુભાઈ ઘુંચલાની હત્યા કરવામાં આવી હતી. જેનો ભેદ આખરે ત્રણ દિવસે ઉકેલાઈ ગયો છે. આ હત્યારો વડોદરા ખાતેનાં ફાર્મહાઉસમાં અગાઉ કામ કરી ચૂકેલો રાજસ્થાની યુવક અનિલ કરમા મીણા જ આ કિસ્સામાં આરોપી નીકળ્યો છે. સીસીટીવી સર્વેલન્સ પરથી જ આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

મોબાઈલ ચાલુ કરતા ઝડપાયો: રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સેમારી તાલુકામાં ભોરાઈ ગામે રહેતો 19 વર્ષનો અનિલ મીણા જ એ હત્યામાં સંડોવાયેલો હતો. જે આ હત્યા કર્યા બાદ અમદાવાદની શિવરંજની વિસ્તારની હોટલમાં રાત રોકાઈને પછીથી પોતાના વતન ભાગી ગયો હતો. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરતા તે ભીલવાડા પંથકમાંથી પકડાઇ ગયો હતો.

