HomeGujarat100 વર્ષથી જૂની તમામ મસ્જિદમાં સર્વેની માગ કરતી PIL સુપ્રિમમાં

100 વર્ષથી જૂની તમામ મસ્જિદમાં સર્વેની માગ કરતી PIL સુપ્રિમમાં

સુપ્રીમ કોર્ટ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અથવા કોઈ અન્ય સંસ્થાને આદેશ આપે કે, તેઓ આ મસ્જિદોનું સર્વે કરે. આ ઉપરાંત 100 વર્ષથી વધુ જૂની મસ્જિદોમાં તળાવો અને કૂવાઓમાંથી વજૂઓનું સ્થળાંતર કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

રોષ ટાળી શકાય: આ સર્વેક્ષણોને ગુપ્ત રાખવાની માંગ કરવામાં આવી છે. જેથી જો કોઈ અવશેષો મળે તો સાંપ્રદાયિક તિરસ્કાર અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ઘટનાઓ ટાળી શકાય. દેશભરમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી છે. તેમાં માંગ કરવામાં આવી છે કે, દેશની 100 વર્ષથી જૂની બધી પ્રમુખ મસ્જિદોનું સર્વે કરાવવામાં આવે આ માટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને આદેશ આપવામાં આવ્યો છે.

કોણ છે આની પાછળ: આ PIL દિલ્હી-એનસીઆરના એડવોકેટ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રાએ એડવોકેટ વિવેક નારાયણ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં તળાવ/કૂવામાં એક શિવલિંગ મળી આવ્યું હતું. જ્યાં મુસલમાન વજૂ કરે છે. આ પ્રથા દાયકાઓથી ચાલું છે. આ પવિત્ર શિવલિંગના પ્રત્યે જાણીજોઈને દ્વેષ અને હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યે એક પ્રત્યે એક પ્રતિશોધને દર્શાવે છે જેથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાય. PILમાં 100 વર્ષથી વધુ જૂની મોટી મસ્જિદોના તળાવો અને કૂવાઓથી વજૂને સ્થળાંતર કરવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW