HomeGujaratમોરબીમાં 65 લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધધર્મ અપનાવ્યો

મોરબીમાં 65 લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધધર્મ અપનાવ્યો

મોરબીમાં એક મહિના પહેલા જિલ્લા કલેકટરને 60થી વધુ લોકોએ અરજી કરી હતી જેને મંજુરી મળી જતા આજે 15 જેટલા પરિવારના લોકો મળી કુલ 65 લોકોએ આજે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બુદ્ધધર્મની દીક્ષા લીધી હતી. મોરબી શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલ સમ્રાટ અશોક બુદ્ધ વિહાર ખાતે દીક્ષા વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. પોરબંદરના પ્રજ્ઞારત્ન થેરો અમદાવાદના બુદ્ધધર્મના ભંતે સારીપુતએ દીક્ષા અપાવી હતી. સાથે સાથે આ 65 લોકોએ હિન્દુધર્મની પૂજા અર્ચના,પરંપરા તેમજ તહેવારોની ઉજવણી નહી કરવા અને બુદ્ધધર્મની પરંપરાનું અનુસરણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

બુધ્ધધર્મની દીક્ષા લેનાર સોલંકી નાંનજીભાઈએ જણાવ્યું હતું કે બુદ્ધધર્મ એ સમાનતા અને બંધુતાનો સંદેશ આપે છે. આ ધર્મમાં કોઈ પણ પ્રકારની જાતી વ્યવસ્થા કે ઉચ્ચ નીચનો ભેદભાવ કરતું નથી અને દરેક માનવને કરુણા દ્રષ્ટિથી જોવા અને માનવ માનવ વચ્ચે ભેદભાવ ન કરવામાં આવતો હોવાથી આ ધર્મ તરફ વળ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW