HomeGujaratઅમિત શાહ આ દિવસે દ્વારકામાં, ખાસ દર્શનનો લાભ લેશે

અમિત શાહ આ દિવસે દ્વારકામાં, ખાસ દર્શનનો લાભ લેશે

કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ આગામી શનિવારે દેવભૂમિ દ્વારકાની ખાસ મુલાકાતે આવનાર છે. તેઓ મોજપ ખાતે પોલીસ કોસ્ટલ એકેડેમીની ખાસ મુલાકાત લેવાના છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આગામી શનિવાર તા. 28 મી ના રોજ સવારે અમદાવાદથી નીકળી વિમાનમાર્ગે સવારે 10:15 વાગ્યે જામનગર પહોંચશે.

જામનગરથી દ્વારકા જશે: જ્યાંથી તેઓ હેલિકોપ્ટર માટે મારફતે 11 વાગ્યે દ્વારકા હેલીપેડ ખાતે પહોંચશે. ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશ મંદિરે જશે અને 11:30 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેશે. બપોરે બાર વાગ્યે ગૃહ મંત્રી દ્વારકા નજીક આવેલા મોજપ ગામે સ્થિત પોલીસ કોસ્ટલ એકેડેમી ખાતે પહોંચશે. જ્યાં બપોરે સવા વાગ્યા સુધી તેઓ પોલીસ કોસ્ટલ એકેડેમીની મુલાકાત લઇ અને જરૂરી સંવાદ કરશે. સવા વાગ્યે તેઓ દ્વારકાના હેલીપેડથી જામનગર તરફ જવા રવાના થશે અને બે વાગ્યે જામનગરથી નીકળ્યા બાદ અઢી વાગે અમદાવાદ પહોંચશે.

ગાંધીનગર મુલાકાત: બપોરે સાડા ત્રણ વાગ્યે તેઓ મહાત્મા ગાંધી મંદિરની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમય પછી ગૃહમંત્રી અમિત શાહનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થનાર છે. તે માટેની તડામાર તૈયારીઓ સરકારી તંત્ર તથા ભાજપ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW