વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આગામી દિવસમાં સફાઈ લાઈટ પાણી સહીતની વ્યવસ્થા ખોરવાઈ જશે જેનું કારણ પાલિકાના ચીફ ઓફિસરને ગણવામાં આવી રહ્યા છે.વાંકાનેર નગરપાલિકામાં ફરજ બજાવતા અલગ અલગ વિભાગના કર્મચારીઓ બુધવારના રોજ અચાનક વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા.તેઓએ ચીફ ઓફિસર દ્વારા ખોટી રીતે હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો કર્મચારીઓએ ચીફ ઓફિસર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હાલ પાલિકાનું રીનોવેશનનું કામ ચાલતું હોવાથી તેઓ પાણી પુરવઠા કચેરીમાં બેસે છે અહી વિવિધ વિભાગના કર્મચારીઓને મીટીંગ માટે બોલાવે છે અને કલાકો સુધી બેસાડી રાખે છે જેના કારણે રોજીદી કામગીરી થઇ શકતી નથી અને સમયસર કામ ન થવાના કારણે કર્મચારીને ખખડાવે છે. આ ઉપરાંત અવાર નવાર કર્મચારીઓના કરાર રદ નહી કરે તેવી ધાક ધમકી આપતા હોવાની તેમજ ખોટા પોલીસ કેસ કરવાની પણ ધમકી આપતા હોવાના આક્ષેપ કર્યા હતા પાલિકાના કર્મચારીઓ સાથે થતા ગેરવર્તુણક અને ગાળો આપવાના કારણે કર્મચારીઓને હેરાન કરતા હોવાથી 7 દિવસ અંદર માફી માગવા માંગણી કરી હતી અને જો 7 દિવસ દરમિયાન માફી નહી માંગે તો હજુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

