પોણા ત્રણ માસ પહેલા રૂ. 75 લાખના તોડ કાંડનાં કારણે સીપી અગ્રવાલની બદલી થયા બાદ જગ્યા ખાલી પડી’તીરાજકોટ, તા. 24: શહેરના પોલીસ કમિશનર તરીકે અંતે આઇપીએસ રાજુ ભાર્ગવની નિમણૂક થઈ છે.
કોણ છે રાજુ ભાર્ગવ: 1995ની બેચના આઇપીએસ રાજુ ભાર્ગવની રાજકોટના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવાનો હુકમ થયો હતો. ગાંધીનગર ખાતે હથિયારી એકમના મહાનિર્દેશક તરીકે ફરજ બજાવતાં રાજુ ભાર્ગવ રાજકોટ શહેરના 27મા પોલીસ કમિશનર બનશે.
ચાર્જમાં હતા: પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને સીપીનો ચાર્જ આપવામાં આવ્યો હતો. પોણા ત્રણ માસ દરમિયાન શહેરના સીપી તરીકે અનેક આઇપીએસ અધિકારીનાં નામની ચર્ચા ચાલી હતી. મંગળવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા બરોબર એ જ સમયે રાજકોટને નવા પોલીસ કમિશનર મળ્યા.

