HomeNationalબદરીનાથ અને કેદારનાથમાં સતત બે દિવસથી હવામાન વિષમ

બદરીનાથ અને કેદારનાથમાં સતત બે દિવસથી હવામાન વિષમ

બદરીનાથ અને કેદારનાથમાં સતત બીજા દિવસે પણ હવામાન ખરાબ રહ્યું હતું. રવિવારે બદરીનાથની પહાડીઓ પર બરફવર્ષા અને ધામમાં વરસાદ થયો હતો, જયારે કેદારનાથમાં બપોર સુધીમાં વરસાદ બાદ બરફવર્ષા થઈ હતી, ઠંડીને જોતા ત્રણેય સ્થળો પર તાપણા કરવામાં આવ્યા હતા.

ઉતરાખંડના કુમાઉમાં ભારે વરસાદની ચેતવણી: હવામાન વિભાગે પુરા રાજયમાં વરસાદ અને કરાવૃષ્ટિની આશંકા વ્યક્ત કરી છે, જયારે કુમાઉ મંડલમાં કયાંક કયાંક ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે સોમવારે ઉતરાખંડમાં ખરાબ હવામાનને લઈને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.

બદ્રીમાં વરસાદ: બદરીનાથમાં ખરાબ મોસમ વચ્ચે રવિવારે સાંજ સુધીમાં 13718 તીર્થયાત્રીઓએ બદરી વિશાલના દર્શન કર્યા હતા. મસૂરી અને ચકરાતામાં પણ વરસાદ થયો હતો. વિજળી પડતા પિતા-પુત્રના મોત: શનિવારની રાત્રે ભીરા ક્ષેત્રમાં વાવાઝોડા સાથે થયેલો વરસાદ લોકો પર કહેર બનીને તૂટી પડયો હતો. બોઝવા ગામમાં વિજળી પડવાથી પિતા-પુત્રના મોત થયા હતા. પિતા-પુત્ર પત્ની સાથે છપ્પરમાં બેઠા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW