મોરબી જિલ્લાના નવલખી પોર્ટમાં ગત 21 તારીખે રાત્રે 10 વાગ્યાની આસપાસ પોર્ટમાં સિક્યુરીટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ વસરામભાઈ સવાણી તેમજ ગાર્ડ યુવરાજસિંહ અને અન્ય સ્ટાફ ફરજ પર હતા ત્યારે જીજે 36 ટી 5191 નંબરની ટ્રક ગેટ પર આવ્યો હતો. જેની પર શંકા જતા સુપરવાઈઝરે ગેટ પાસની તપાસ કરી હતી જેમાં 25-05-2022 અને સમય 11 વાગ્યાનો લખેલ હતો જેથી ડ્રાઈવરને કસ્ટમ ઓફિસર પાસે લઇ ગયા હતા જ્યાં તેની પૂછપરછ કરતા તેનું નામ જય પ્રકાશ મુન્નાલાલ મૂળ એમપી હાલ મોરબીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું.

તેમજ તેને જે ટોકન આપ્યું હતું તે બાબતે ડ્રાઈવરને પૂછતાં આ ટોકન ટ્રકના માલિક હિતેશભાઈ પટેલના સાળા રાજભાઈ પટેલે આપ્યુ હોવાનું જણાવતા આ ટોકનની તપાસ કરી હતી જેમાં આદર્શ કોલ હબ એલ એલ પીનું અદાણી કંપનીને ઉદેશીને હતું જયારે ગેટ પાસ યુ એસ એલ કંપનીનો હતો અને આ ગેટ પાસ જીજે 02 એક્સ એક્સ 3023 નંબરનો હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ટ્રકનું લોર્ડીંગ પાસ કે અન્ય કોઈ પણ પ્રોસેસિંગ કરી ન હોવાનું સામે આવ્યું હતું આમ આરોપી ટ્રક ચાલક તેમજ અન્ય એક આરોપી રાજ પટેલે ગુનાહિત કાવતરું રચી છળકપટ કરી રૂ 3.15 લાખની કિમતના 35 ટન કોલસા ભરી જવાનો પ્રયાસ કરી છેતરપીંડી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

