મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા દમણ-ગંગા-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને ગુજરાત સરકાર દ્વારા આજે રદ્દ કરવામાં આવ્યો છે. CM પટેલે કહ્યું કે આ યોજના આદિવાસી ભાઇ-બહેનોના હિતમાં રાખીને જાહેર કરવામાં આવી હતી. ઉપરોકdત યોજના બાબતે આદિવાસી ભાઇ-બહેનોમાં કેટલાંક લોકોએ ગેરસમજ ઉભી કરી હતી, તેના કારણે આ યોજનાનો વિરોધ થયો હતો.
મારી સરકાર આદિવાસીના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે અને તેનો લાભ મળતો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા કોઇ યોજના અમલમાં મૂકતા પહેલાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવે છે. આથી ગુજરાત સરકાર આગળ વધારવા માંગતી નથી. આ યોજના રદ્દ કરવા અંગે કેન્દ્રમાં પણ સહમતિ સંધાઇ છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ગુજરાતની પાંચ નદીઓના લિંકની જાહેરાત કરી હતી. જેમાં દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ થઈ જાય પછી કેન્દ્ર અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે.

