HomeGujaratમોરબી જિલ્લાની વિવિધ કોર્ટમાં, 26 જુને લોક અદાલત યોજાશે

મોરબી જિલ્લાની વિવિધ કોર્ટમાં, 26 જુને લોક અદાલત યોજાશે

મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી તા. ૨૬ જૂનના રોજ દરેક તાલુકામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે આગામી તા. ૨૬/૦૬/૨૦૨૨ ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાય. આ લોક અદાલતમાં હાજર રહેતી વખતે પક્ષકારો અને વકીલો કોવિડ-૧૯ના પ્રોટોકોલનુ પાલન કરવાનું રહેશે.પક્ષકારોએ લોક અદાલત દ્વારા વિવાદોનુ ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તે જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતીનો ફોન ઉપર સંપર્ક કરવાનો રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW