મોરબી ના શનાળા રોડ પર સૂપર માર્કેટ સામે વહેલી સવારે રાજકોટ મોરબી ઇન્ટર સીટી બસ સ્ટેશન અંદર જતી હતી તે દરમિયાન બસનો અકસ્માત સર્જાયો હતો. એસટી બસે સ્ટેશનમાં જવા વળાંક લીધો કે સામેથી પાણીની હેરાફેરી કરતા છકડો રીક્ષા ધસી આવી હતી અને બસ સાથે અથડાઈ હતી ઘટના બાદ એસટી બસનો ડ્રાઈવર મુસાફરોને ઉતારી બસ ત્યાં જ મૂકીને જતો રહ્યો હતો જે બાદ રોડની બન્ને સાઈડ ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે બાદમાં બસને ઘટના સ્થળેથી દુર કરવામાં આવતા અંતે વાહન વ્યવહાર રાબેતા કરાયો હતો.

મોરબી શનાળા રોડ પર નવા બસ સ્ટેશનનું હાલ કામ ચાલી રહ્યું છે. જેથી જુનો પ્રવેશ દ્વારા બંધ કરી સુપર માર્કેટ તરફ ના વળાંક બસ પાસે ડાયવર્પાઝન આપવામાં આવ્સેયું છે જોકે એસટી વિભાગ દ્વારા જે ડાયવર્ઝનનો વળાંક સાંકડો હોવાથી બસને પુરતો વળાંક મળતો ન હોવાથી અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાયા છે. અગાઉ પણ અહી ભૂગર્ભ ગટરનું ઢાકણા અવાર નવાર તૂટી જતા હોવાથી બસ અંદર પડી જવાની ઘટના બનતી રહે છે તેમ છતાં પાલિકા અને એસટી તંત્ર સંકલન કરી આ સમસ્યાનો લાંબા સમયનો ઉકેલ લાવવા શા માટે પ્રયત્ન નથી કરતા એ સૌથો મોટો સવાલ છે

