હળવદ જીઆઈ ડીસી વિસ્તારમાં આવેલ સાગર ફૂડ કેમ્પ નામની મીઠાનું પ્રોસેશીગ કરતા યુનિટમાં બુધવારે સવારે દીવાલ ધસી પડવાની ઘટનામાં ૩ વર્ષના બાળક સહિત 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા તો એક મજુરને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સુરેન્દ્ર નગર ખસેડાયો હતો.

તમામ મૃતકના મોડી સાંજ સુધીમાં પીએમ થઇ ગયા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એક સાથે મોટી 12 લોકોના મોતની ઘટનાએ ભલભલાના કાળજા કપાવી નાખ્યા હતા અને સમગ્ર વાતાવરણ શોકમય બનાવી દીધું હતું સાંજના સમયે જયારે મૃતદેહ પરિજનોને સોપવામાં આવ્યા ત્યારે સગા સબંધીનું આક્રંદ છવાયો હતો અને બાળક હોય કે વૃદ્ધ તમામ પોક મુકીને રડતા નજરે પડ્યા હતા આ ઘટનાએ આખે આખા પરિવારને ભરખી ગયું હતું ઘટનાથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું

હળવદના વેપારીઓએ અડધો દિવસ બંધનું એલાન કર્યું
જીઆઈડીસીની આ દુખદ ઘટનાએ ભલભલાના કાળજા કંપાવી દીધા છે અઆવી દુખદ ઘટના બનતા હળવદ શહેરના વેપારીઓ અડધો દિવસનું બંધ પાળી મૃતકો માટે શોક પાડવાનું નક્કી કર્યું છે તમામ વેપારી અડધો દીવસ પોતાનો ધંધો વ્યવસાય સ્વૈચ્છિક બંધ રાખી મૃતકને શ્રધ્ધાંજલી આપશે

