હળવદશહેરના જીઆઈ ડીસી વિસ્તારમાં આવેલ સાગર સોલ્ટ નામની મીઠાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરો પર બુધવારે જાણે કાળ ત્રાટક્યો હોય તેમ અચાનક બપોરે 12 વાગ્યાની આસપાસ દીવાલ ધરાશાહી થઇ હતી આ ઘટનામાં મહિલા મજુર સહિત ૩૦ જેટલા લોકો દટાયા હતા.ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 બાળકો 4 મહિલા સહિત 12મજૂરોનો મૃતદેહ મળી આવ્યો હતો.જયારે બાકીના મજૂરોની શોધખોળ ચાલી રહી છે
બનાવનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પણ તંત્ર દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન કરવાની તજવીજ હાથ ધરી છે અને ઓપરેશન પૂર્ણ થયા બાદ તેની તપાસ કરવામાં આવશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે.

ઘટનાની જાણ થતા મોરબી 108ની ટીમના પ્રોગ્રામ ઓફિસર નીખીલ બોકડેના માર્ગદશનમાં હળવદ, સરા જેતપર મચ્છુની 108ના સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતકને તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી આ ઘટનામાં મોરબીના લાલબાગ તેમજ અન્ય લોકેશનની ટીમ પણ રવાના થઇ ગઈ હતી જોકે સુરેન્દ્રનગર જિલ્લાની એમ્બ્યુલન્સ પણ મદદે આવી પહોચતા મોરબીની 108 વાનને ફરી તેમના લોકેશન પર જવા સુચના મળતા તુરત પરત ફરી હતી

બીજી તરફ મોરબી અને હળવદ ફાયર અને જિલ્લા આપતી વ્યવસ્થાન ટીમ પણ ઘટના સ્થળે પહોચી રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી
દુર્ઘટનામાં મૃત્ય પામનાર હતભાગી શ્રમિકો
રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા ઉંમર વર્ષ 45
કાજલ બેન જેસાભાઇ ગાણસ(21)
શ્યામભાઈ રમેશભાઈ કોળી(ઉ.વ13)
દક્ષાબેન રમેશભાઈ કોળી(ઉ.વ42)
રમેશભાઇ ભીખાભાઇ કોળી (ઉંમર વર્ષ 42)
દિલાભાઈ રમેશભાઈ કોળી(ઉ વ26)
દિપક દિલીપભાઈ સોમાણી(ઉ.વ 5)
મહેન્દ્રભાઈ (ઉ.વ.30)
દિલીપભાઈ રમેશભાઈ(25)
શીતલબેન દિલીપભાઈ(32)
રાજીબેન ડાયાભાઈ ભરવાડ(30
દેવીબેન ડાયાભાઈ ભરવાડ (14)

