HomeGujaratમોરબીને મેડીકલ કોલેજનો માર્ગ મોકળો,રાજ્ય સરકારે તબીબ અધિક્ષક સહીત 529 જગ્યા ભરવા...

મોરબીને મેડીકલ કોલેજનો માર્ગ મોકળો,રાજ્ય સરકારે તબીબ અધિક્ષક સહીત 529 જગ્યા ભરવા મંજુરી

મોરબી જિલ્લાને ફાળવેલી સરકારી મેડીકલ કોલેજ શરુ થવાના માર્ગમાં આવી રહેલા અંતરાય દુર થવાં લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે સરકાર દ્વારા મોરબી સહીત રાજ્યની મંજુર થયેલ 5 સરકારી મેડીકલ કોલેજ માટે જગ્યા ભરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કર્યો છે. જેમાં મોરબી ઉપરાંત રાજપીપળા,નવસારી ગોધરા અને મોરબીમાં મેડીકલ કોલેજને મંજૂરી આપી છે આ પાંચેય જિલ્લાની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરી ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) હસ્તક ની નવી મેડીકલ કોલેજમાં જરૂરી વર્ગ 1થી4 ની એક કોલેજ દીઠ 723 જગ્યા એમ 5 કોલેજ મળી 3625 જગ્યા આ ઉપરાંત એક જિલ્લામાં તબીબ અધિક્ષકની જગ્યા ભરવાં પણ મંજુરી આપવામાં આવે છે.નવી જગ્યામાં  નેશનલ મેડીકલ કમિશનના નિયમ મુજબ બાકી રહેતી મોરબી સહિતની પાંચેય મેડિકલ કોલેજ માટે જરૂરી વર્ગ-1 અને વર્ગ-2 તથા વર્ગ-3 અને વર્ગ-4 માટે કુલ 2537 નવી જગ્યાઓ મંજુર કરી આગામી શૈક્ષણિક સત્રથી નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા રૂ. 206.25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મોરબી સરકારી હોસ્પિટલ સલંગ્ન મેડિકલ કોલેજ માટે નવી 529 જગ્યાઓ મંજુર થઇ છે જો કે, વર્ગ-4ની તમામ જગ્યાઓ આઉટસોર્સથી ભરતી કરવા ઠરાવમાં જાહેર કરાયુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW