HomeGujaratમોરબીના હળવદના સુખપર નજીક એસટી બસ બંધ ટ્રક પાછળ ઘુસી,કંડકટર સહીત 6...

મોરબીના હળવદના સુખપર નજીક એસટી બસ બંધ ટ્રક પાછળ ઘુસી,કંડકટર સહીત 6 ને ઈજા

ભુજ ડીવીઝનની જીજે 18 ઝેડ 3221 નંબરની એસટી બસ સોમવારે સવારે સુરતથી ભુજ તરફ જતી હતી તે દરમિયાન અચાનક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આગળ ઉભેલા એક બંધ ટ્રક પાછળ ઘુસાડી દીધી હતી બનાવમાંસુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામના સપનાબેન મેહુલભાઈ રાવલ,માંડલ ગામના અપેક્ષાબેન ઓઝા, સુરેન્દ્રનગરના રતનપર ગામના મેહુલભાઈ કીરીટભાઈ રાવલ,ગાંધીધામના આતાભાઈ રામભાઈ વાઘ,મહેસાણાના સોહિલહુસેન સાબર હુશૈન શેખ,રાજકોટના ગૌરવભાઈ જયંતિભાઈ ભાસ્કર ઈજા પહોચી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ગંભીર હતો કે બસના આગળના ભાગનો કડુસલો બોલી ગયા હતા. બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW