હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ખાસ કરીને બપોરના સમયે જાણે અગનજવાળ વરસતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે મોરબી શહેરમાં પણ ગરમી નું પ્રમાણ વધારે જોવા મળ્યું છે જેને કારણે ઈમરજન્સી મેડીકલ કેસ માં વધારો જોવા મળ્યો ગઈ કાલે તારીખના112નાં રોજ વાંકાનેર મોરબી હાઈવે નજીક આવેલ આવેલ શક્તિ ચેમ્બરમાં શંકર ભાઈ સુરેલા નામની વ્યક્તિ ને અચાનક છાતી માં તીવ્ર દુઃખ ઓ ઉપાડી જતાં અને બ્લડ પ્રેશર ગરમી ના કારણે વધી જતાં રોડ પર ઢળી પડતાં ૧૦૮ માં જાણ કરવા માં આવી ત્યારે ૧૦૮ ના લાલબાગ લોકેશનના Emt મનીષ ભાઈ પાઇલોટ રામ ભાઈ ઘટના સ્થળે ખૂબ જ ઓછા સમય માં પૂછી ગયા સમય સર દર્દી ને સારવાર આપી સરકારી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા જો ઘટના સ્થળે પર સમય સર સારવાર ના આપવા માં આવી તો દર્દી નો જીવ જોખમમાં આવે તેવી સ્આથિતિ બની હતી.હાલ આ કાળઝાળ ગરમીના કારણે વધતી જતી ઇમરજન્સી મોરબી ૧૦૮ જીવન સંજીવની સાબિત થઇ છે

