ટંકારા તાલુકાના મીતાણા ગામમાં એક પરિવારના ઘરે સામાજિક પ્રસંગ હતો જેમાં જમણવાર રાખવામાં આવ્યો હતો જોકે જમણવાર પત્યાના થોડા કલાકો બાદ એક સાથે 5 જેટલા બાળકોની તબિયત લથડી હતી અને તેમને ઝાડા ઉલટી થતા તાત્કાલિક રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેમની તબિયત સ્થિર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામમાં ગુરુવારના રોજ એક કુટુંબમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાઝીર યુનુશ જુણેજા ઉ.વ 9 આરઝુ પુનુષ રાઉમા 11 અબ્બાસ યુનુશ રાઉમા 5 રીયાઝ સિકંદર મકવાણા તેમજ સુહાન સિકંદર મકવાણા માહિમ(ઉ.વ.5), સુહાનાબેન(ઉ.વ.12) અને ફિરોઝાબેન(ઉ.વ.5)અલવીના(ઉ.વ.15), આફતાબ સિકંદર(ઉ.વ.11) બાળકો તેમજ યુવાન મહિલા સહીત 20 જેટલા જમણવાર કર્યાની થોડી કલાકોમાં ઝાડા ઉલટી થવા લાગી હતી જે બાદ પરિવારના સભ્યો બાળકોને હોસ્પિટલ માટે રાજકોટ ખાતેની હોસ્પિટલમાં લઇ ગયા હતા. પ્રાથમિક તપાસમાં બાળકોની તબિયત સ્થિર હોવાનું જણવા મળ્યું હતું બાળકોનું તબિયત ફૂડ પોઈઝનીંગ થવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું
આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.પરિવારના જણાવ્યા મુજબ પ્રસંગમાં હરબટીયાળીની એક ડેરીથી મીઠાઈ મંગાવવામાં આવી હતી.મીઠાઈ ખાધા બાદ તમામને ઝાડા-ઉલટી થયા હતા.ઉનાળાના આકરા તાપ વચ્ચે મીઠાઈ બગડી ગઈ હોવાની શક્યતા હોઈ શકે. આ મામલે આરોગ્ય તંત્ર દ્વારા ડેરીએ પહોંચી મીઠાઈના નમૂના લેવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ છે.

