HomeGujaratઆજે 12 Sci. ની બોર્ડની કસોટીનું પરિણામ, લાખો વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો

આજે 12 Sci. ની બોર્ડની કસોટીનું પરિણામ, લાખો વિદ્યાર્થીઓના ભાવિનો ફેંસલો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ)ની પરીક્ષાનું પરીણામ આજે સવારનાં 10-00 કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનાં આ પરીણામની સાથોસાથ ગુજકેટ 2022 નું પરીણામ પણ જાહેર કરી દેવાશે.

તેમ રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ટવીટર પર ટવીટ કરીને જાહેર કર્યું હતું.આ પરીણામ જાહેર થતા રાજયના 1.40 લાખ વિદ્યાર્થીઓના શૈક્ષણીક ભાવીનો ફેંસલો થશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આ વખતે દર વર્ષની સાપેક્ષમાં માર્ચ 2022 માં 15 દિવસ મોડી લેવામાં આવી હતી. ધો.12 પ્રવાહનું પરીણામ પ્રતિ વર્ષ સામાન્ય રીતે મે માસના અંતમાં જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે શિક્ષણ બોર્ડ દ્વારા પરીણામ વહેલાસર જાહેર કરવામાં આવનાર છે.દરમ્યાન આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં નાયબ નિયામક ટી.કે.મહેતાએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારના 10 કલાકે વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW