સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem ૬ ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉચ્ચત્તમ પરિણામ હાંસલ કરતા મોરબી જિલ્લાના ટોપ ૧૫ માં૧૪ વિદ્યાર્થિનીઓએ સ્થાન મેળવીને અનન્ય સિધ્ધિ હાંસલ કરી છે.
મોરબી જિલ્લામાં ૯૦% થી વધુ માર્ક્સ મેળવનાર ૧૫ સ્ટુડન્ટ્સ માંથી ૧૪ નવયુગ કોલેજના છે.પ્રથમ ભટ્ટાસણા ક્રિના ૯૭.૨૭%, દ્વિતીય કૈલા તેજસ્વી ૯૫.૪૫%, તૃતીય વસિયાણી રીના ૯૪.૯૧%, ચતુર્થ ફેફર માનસી ૯૪.૯૧%, ત્યારબાદ ક્રમશ: પડસુંબીયા અંજલી ૯૪.૫૫%, બોડા કિંજલ ૯૩.૮૨%, અઘારા ઉર્વિશા ૯૩.૨૭%, કોરડીયા નિધિ ૯૨.૭૩%, માકાસણા રીતુ ૯૨.૩૬%, કાવર ઝુલી ૯૨.૩૬%, રાજપરા કાજલ ૯૧.૬૪%, સરડવા હિરલ ૯૧.૦૯%, પરમાર માધવી ૯૦.૯૧% , કાસુન્દ્રા બંસી ૯૦.૦૦% મેળવી નવયુગ કોલેજની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે. રેકોર્ડબ્રેક રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા .

