HomeGujaratટંકારા: ફાયનાન્સ કંપનીના કર્મી લુટાયો,બાઈકમાં આવેલ શખ્સે દોઢ લાખની લૂંટ...

ટંકારા: ફાયનાન્સ કંપનીના કર્મી લુટાયો,બાઈકમાં આવેલ શખ્સે દોઢ લાખની લૂંટ ચલાવી

મોરબી જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહથી જાણે પોલીસની ધાક સાવ ઓસરી ગઈ હોય તેમ ચોરી,લૂંટ છેતરપીંડી,ચિલઝડપ તેમજ બળાત્કારના કેસમાં મોટા પાયે વધ્યા છે.ત્યારે આજે ટંકારા તાલુકાના સજનપર ઘુનડા ગામથી અદેપર ગામના રસ્તા વચ્ચે ફાઈનાન્સ કંપનિનો કર્મચારી સંદીપભાઈ હીરાભાઈ ડાભી તેની બાઈક લઈને પસાર થતો હતો તે દરમિયાન એક્સેસ જેવું મોપેડ લઈને પાછળથી આવેલ કાળા રંગના તેમજ ખાખી રંગના શર્ટ વાળા 2 શખ્સે બાઇકને ઠોકર મારી પાડી દીધો હતો અને તેની પાસેનું રૂ.દોઢ લાખ ભરેલ થેલો લઈ ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે યુવાને પોલીસને જાણ કરતા પોલીસે અલગ અલગ માર્ગો પર નાકાબંધી કરી દીધી હતી.જોકે આરોપીઓનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW