HomeGujaratCentral Gujaratઆ વર્ષે વરસાદ વહેલો પડશે, જાણો શું કહે છે અંબાલાલ પટેલ

આ વર્ષે વરસાદ વહેલો પડશે, જાણો શું કહે છે અંબાલાલ પટેલ

રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે વારંવાર વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ભારે પવન અને સામાન્ય વરસાદ થાય છે તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે પરંતુ જેમ-જેમ ઉનાળો પસાર થતો જાય છે તેમ ચોમાસુ ક્યારે શરૂ થશે અને કેવું રહેશે તેની જગતનો તાત રાહ જોઈ રહ્યો છે.

ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે. 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે. સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. સાથે જ વાવાઝોડું પણ સક્રિય થવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ચક્રવાત હળવા પ્રકારનું હોય શકે છે. પરંતુ ચક્રવાતના કારણે મે મહિનામાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ શકે છે. 15 જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. કેટલાક ભાગોમાં સારો વરસાદ પણ થઈ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW