મોરબીનું રવેશિયા પરિવાર આજે કચ્છના જુના લાકડીયા પાસે યોજાયેલ માતાજીના હવન માં ગયા હતા જ્યાંથી મોરબી પરત ફરતી વખતે માળીયા મોરબી હાઇવે પર આવેલ અમરનગર ગામ પાસેજીજે 36 એસી3578 નમ્બરની કારનું ટાયર ફાટ્યું હતું.જેના કારણે કાર બેકાબુ બની રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને કચ્છ તરફ જતા ટેમ્પો ટાયર સાથે ધડાકાભેર અથડાઇ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 2.5 વર્ષના બાળક સહિત 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા તો સામેને ટેમ્પોમાં સવાર એક વ્યક્તનું મોત થયું હતું.

જયારે 12થી વધુ લોકોને ઇજા પહોંચી હતી .ઘટનાની જાણ થતાં મોરબી 108ની મોરબી સીવીલ, લાલપર,જેતપર, માળીયા તેમજ સહિતની 5 એમ્બ્યુલન્સવાન ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તલોકોને મોરબી સીવીલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં મોરબી માળીયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજા, મગનભાઈ વડાવીયા રઘુવંશી સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને ઝડપથી સારી સારવાર મળે તે માટે પ્રયાસ કર્યો હતો.
(બોક્સ)ટાયર ફાટતા બેકાબુ કાર કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઈ
ટેમ્પોમાં કચ્છ નું પરિવાર પાવાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ફરવા ગયા હતા અને ત્યાંથી ફરીને પોતાના ઘરે જતા હતા તે દરમિયાન મોરબી તરફ આવતી કારનું ટાયર ફાટ્યું હતું અને કાર અચાનક બેકાબુ બની સીધી ટેમ્પો સાથે ધડકાભેર અથડાઇ હતી.જેના કારણે ટેમ્પો પણ બેકાબુ બની પલટી મારી ગયો હતો.બનાવમાં માધાપરના વતની ભુડિયા જાદવજી રવજીભાઈનું મોત થયુ હતું જયારે ટેમ્પોમાં સવાર ભરતભાઇ રબાસિયા ભરતભાઈ ધનજીભાઈ હિરાણી મંજુલાબેન ભરતભાઈ ડબાસીયા વનીતાબેન ભરતભાઇ જીવાણી,દેવ ભરતભાઈ જીવાણી ને ઇજા પહોંચી હતી.
મૃતકના નામ
મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા (ઉ.વ.65)
સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, (ઉ.વ.62)
જિજ્ઞાબેન ઘનશ્યામ જોબનપુત્રા, (ઉ.વ.38)
રિયાંશ ઘનશ્યામભાઈ જોબનપુત્રા, 2.5(રહેવાસી બધા મોરબી ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈ (43) જુનાવાસ, માધાપર
ઇજાગ્રસ્ત દર્દી
ઘનશ્યામભાઈ ભીખાભાઈ રવેશિયા, રહે. મોરબી
2) વનીતાબેન ભરતભાઇ હીરાણી (ઉ.36), રહે. માધાપર, ભુજ
3) ભરતભાઇ ધનજીભાઈ હીરાણી (ઉ.36), રહે. માધાપર, ભુજ
4) દેવેન્દ્ર ભરતભાઇ હીરાણી (ઉ.9), રહે. માધાપર, ભુજ
5) હેતુલક્ષી ભરતભાઇ હીરાણી (ઉ.10), રહે. માધાપર, ભુજ
6) ભરતભાઈ વિશ્રામભાઇ ડબાસિયા (ઉ.42) રહે. માધાપર, ભુજ
7) મંજુલાબેન ભરતભાઈ ડબાસિયા (ઉ.40) રહે. માધાપર, ભુજ

