HomeGujaratમોરબી માળીયા હાઈવે પર કારનું ટાયર ફાટતા સામે આવતી પેસેન્જર કાર સાથે...

મોરબી માળીયા હાઈવે પર કારનું ટાયર ફાટતા સામે આવતી પેસેન્જર કાર સાથે અથડાઈ 5ના મોત

કચ્છના જુના કટારીયા પાસે ધાર્મિક પ્રસંગે ગયેલા મોરબીના રઘુવશી સમાજના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જેમાં 2.5 વર્ષના બાળક સહિત 5 લોકોના મોત થયા હતા.

મોરબી માળીય હાઈવે પર અમરનગર પાસે કારનું ટાયર ફાટતા કાર બેકાબુ બની હતી અને સામે આવતી ટવેરા કાર સાથે અથડાઈ હતી. બનાવમાં પતિ પત્ની અને પુત્રી તેમજ 2.5 વર્ષના ભાણેજનું મોત થયું હતું. બનાવ ને પગલે મોરબી જિલ્લાની 108ની 5 ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા

અને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી સીવીલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા મંત્રી બ્રિજેશ મેરજાએ રઘુવશી સમાજના આગેવાનો હોસ્પિટલમાં દોડી ગયા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે નાસભાગ મચી ગઇ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે એ માટે તબીબોને પણ અપીલ કરાઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW