HomeNationalટાટા સ્ટીલના કોક પ્લાન્ટમાં ધડાકા સાથે ભીષણ આગ

ટાટા સ્ટીલના કોક પ્લાન્ટમાં ધડાકા સાથે ભીષણ આગ

જમશેદપુરમાં ટાટા સ્ટીલના કોક પ્લાન્ટમાં મોટી દૂર્ઘટના સર્જાઈ જવા પામી છે. પ્લાન્ટમાં પહેલાં જોરદાર ધડાકો થયો અને ત્યારપછી ભીષણ આગ ફાટી નીકળતાં ભાગદોડ મચી જવા પામી હતી. આગ ઠારવા માટે ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ દોડાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્લાન્ટમાં ગેસ કટિંગ અને વેલ્ડીંગ દરમિયાન ગેસ લીક થવાથી આ દૂર્ઘટના બની છે. ઘટનાને લઈને મુખ્યમંત્રી હેમંત સોરેને પણ ટવીટ કર્યું છે.મુખ્યમંત્રી હેમંત સોરેને ટવીટમાં લખ્યું કે જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા છે.

જિલ્લા વહીવટી તંત્રના અધિકારી ટાટા સ્ટીલના મેનેજમેન્ટ સાથે સંકલનમાં રહીને ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર આપવાની કામગીરી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો જેને સાંભળીને લોકો ડરી ગયા હતા.આ ઘટનામાં ત્રણેક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાની જાણકારી મળી રહી છે જ્યારે જે અન્ય લોકોને પણ ઈજા થઈ છે. કોક પ્લાન્ટના બેટરી નંબર પાંચ, છ અને સાત વચ્ચે આ ધડાકો થયો છે. ટાટા સ્ટીલે એક નિવેદનમાં જણાવ્યું કે આજે સવારે 10:20 વાગ્યે કોક પ્લાન્ટની બેટરી નં.6ની ગેસ લાઈનમાં ધડાકો થયો હતો. અત્યારે બેટરી નંબર 6ને બંધ કરી દેવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW