HomeGujaratઅમિત શાહની બંગાળ મુલાકાત, ભાજપના કાર્યકર્તાની હત્યાથી શોક

અમિત શાહની બંગાળ મુલાકાત, ભાજપના કાર્યકર્તાની હત્યાથી શોક

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે ત્યારે કોલકાતામાં ભાજપના એક કાર્યકર્તાનો શબ મળ્યો છે. જાણકારી અનુસાર ફાંસીના ફંદા પર લટકાયેલો તેનો શબ મળ્યો છે. મૃતકની ઓળખ અર્જુન ચૌરસિયા તરીકે થઇ છે. 27 વર્ષના ભાજપના કાર્યકર્તાની હત્યા પર ભાજપે શોક વ્યકત કર્યો છે. પાર્ટી દ્વારા નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે કોલકાતામાં અમિત શાહના સ્વાગત સમારોહના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંગાળની મુલાકાતે છે. પશ્ચિમ બંગાળમાં તેઓ રેલીઓ કરી રહ્યા છે અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાનો સાધી રહ્યા છે. શાહ રાજ્યની મુલાકાતે એવા સમયે પહોંચ્યા છે જયારે વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ પાર્ટીને કેટલાક નેતાઓના રાજીનામા અને જૂથવાદનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરથી સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓની હિંસાનો પણ ભાજપના કાર્યકર્તાઓને સામનો કરવો પડી રહ્યો છે. અમિત શાહની મુલાકાતથી ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

કાશીપુર વિસ્તારમાં ચિતપુરમાં ભાજપ યુવા મોરચાવા કાર્યકર્તાનો શબ મળતા હોબાળો થઇ ગયો છે. વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ સતત પ્રદર્શન કરી રહ્યા છે અને પોલીસને શબ લઇ જવાથી રોકી રહ્યા હતા. આ દરમિયાન જબરદસ્તી પોલીસ મૃત ભાજપના કાર્યકર્તાનો શબ ઉઠાવીને લઇ ગઇ. લગભગ સાડા પાંચ કલાક વિરોધ પ્રદર્શન બાદ પોલીસ શબને કાઢીને લઇ ગઇ. પોલીએ ભાજપના અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. આને લઇને પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ધર્ષણ થયું હતું. દરમિયાન કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને ભાજપના સાંસદ શુભાષ સરકારે ભાજપના કાર્યકર્તાની મોતની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની માગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW