HomeGujaratઈતિહાસની પ્રથમ ઘટના, CM પહોંચ્યા વિપક્ષી નેતાના ઘરે

ઈતિહાસની પ્રથમ ઘટના, CM પહોંચ્યા વિપક્ષી નેતાના ઘરે

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે મુખ્યમંત્રી વિપક્ષી નેતાના ઘરે ગયા હોય. વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને પહોંચીને તેમના પિતાના દુઃખદ અવસાનથી શોકમાં ડુબેલા પરિવારને સાંત્વના પાઠવી હતી.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના પિતા હરિયાભાઇ રાઠવાનું તા.1-5-2022 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયુ છે. કોઈ જાણ વગર જ મુખ્યમંત્રી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જે બાદ સુખરામ રાઠવાએ કહ્યું હતું કે કે 18 મુખ્યમંત્રીમાંથી ભુપેન્દ્ર પટેલ પહેલા એવા સીએમ છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય.

સુખરામ રાઠવાએ વધુમાં કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યમંત્રી પરિવારજનોને સાંત્વના આપી તે વાતથી દિલથી આનંદ અનુભવું છું. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર, ધારાસભ્યઅભેસિંહ તડવી, મોહનસિંહ રાઠવાએ પણ સુખરામ રાઠવાના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભા વિપક્ષ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW