મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા આજે 13મા દિવસે જેલમાંથી બહાર આવ્યા છે. મુંબઈની બોરીવલી કોર્ટે તેમની મુક્તિનો આદેશ આપ્યા બાદ તેમને મુક્ત કરાયા છે.
મુંબઈની બોરીવલી કોર્ટ દ્વારા રાણા દંપતીને મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાંસદ નવનીત રાણાના વકીલે મુંબઈની ભાયખલા જેલની બહાર રાખવામાં આવેલા જામીન બોક્સમાં રિલીઝ ઓર્ડરની કોપી મૂકી. મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા આજે 13મા દિવસે જેલમાંથી બહાર આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાને લઈને થયેલા વિવાદમાં આવેલા આ દંપતીને આખરે શરતો સાથે મુક્તિ મળી ગઈ છે. નવનીત અને રવિના વકીલ રિજવાન મર્ચેટે જણાવ્યુ કે, આજે સાંજ સુધીમાં બંનેને જમાનત મળી જશે. નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને મુંબઈ સેશન્સ કોર્ટે રૂ. ૫૦,૦૦૦ ના બોન્ડ સાથે જામીન આપ્યા છે. મુંબઈ સેશન્સ કૉર્ટમાં બીજી મેના રોજ સુનાવણી થઈ હતી, પણ કૉર્ટ સંપૂર્ણ ઑર્ડર ન લખાવી શકતા નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

નવનીત રાણા અને રવિ રાણા આ મુદ્દે મીડિયા સાથે વાત નહીં કરી શકે અને કોઈપણ સાક્ષીને પ્રભાવિત કરશે તો પણ તેમની જામીન અરજી રદ કરવામાં આવશે. મુંબઈ પોલીસે રાણા દંપત્તિ સામે એફઆઇઆર નોંધી હતી અને પછીથી તેમાં રાજદ્રોહનો આરોપ પણ જોડી દેવામાં આવ્યો. તેના પછી બન્નેની ધરપકડ કરી 24 એપ્રિલે મુંબઈના કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જ્યાંથી રાણા દંપત્તિને 14 દિવસની ન્યાયિક અટકમાં મોકલવામાં આવ્યા. તેના પછી રવિવારે મોડી રાતે નવનીત રાણાને ભાઇખલા મહિલા કારાવાસ લઈ જવામાં આવ્યા.

