HomeGujaratCentral GujaratKBC માંથી બોલું છું એવો ફોન આવ્યો ને 1.25 લાખ ઉડી ગયા,...

KBC માંથી બોલું છું એવો ફોન આવ્યો ને 1.25 લાખ ઉડી ગયા, આવી રીતે થયું ગોલમાલ

ઓનલાઈન ઠગાઈના કિસ્સા હવે સામાન્ય થઈ ગયા છે. લેભાગુ તત્વો લોભામણી વાતો કરી લોકોને ઠગવા માટે નિતનવા કીમિયાઓ અજમાવતા રહે છે. અને ભોળી જનતા આવા લોકોની ભોળી અને લોભામણી વાતોમાં આવી આસાનીથી ઠગ ટોળકીની જાળમાં ફસાઈ રહ્યા છે.

આવો જ એક કિસ્સો વડોદરાના શ્રમજીવી સાથે થયો. જેને KBC ના નામે રૂપિયા ગુમાવ્યા છે. શહેરના વાડી શાસ્ત્રી બાગ નજીક વુડાના મકાનમાં રહેતા અને શેરડીના રસનું કોરું ચલાવતા એક વ્યક્તિએ પોલીસને કહ્યું છે કે, તા પહેલી એપ્રિલે મારા ઉપર હેપી ન્યૂ યરનો ફોન આવ્યો હતો. અને KBC વિભાગમાં તમારો નંબર સિલેક્ટ થયો છે તેમ કહી રૂ.25 લાખની લોટરીની વાત કરી હતી. આ રકમ લેવા માટે મુંબઈના એસબીઆઇના આકાશ વર્મા નામના એક અધિકારીનો નંબર આપવામાં આવ્યો હતો. જેના ઉપર સંપર્ક કરતા તેમણે બેંક એકાઉન્ટમાં રૂ. 25 લાખ જમા કરાવવા માટે દસ્તાવેજો મંગાવ્યા હતા. તેમ જ રૂ.12,100 ટેકસ ભરવા એક નંબર આપ્યો હતો.આ નંબર ઉપર રકમ ટ્રાન્સફર નહીં થતા ફરીથી ફોન કર્યો હતો.

જેથી એસબીઆઇના અધિકારીએ બીજો નંબર આપ્યો હતો અને તેમાં રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ ઠગ ટોળકીએ તમારા સેવિંગ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઇ શકે તેમ નહીં હોવાનું કઈ કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે રૂ 40 હજાર ભરવા જણાવ્યુ હતું. અનેભોળા શેરડી વાળાએ આ રકમ ભરપાઈ પણ કરી દીધી હતી.અને ફરીથી ફોન આવ્યો હતો અને મોદીજીની સહી વાળુ સર્ટિફિકેટ લેવું પડશે જેથી કોઈ ઇન્કવાયરી નહીં થાય તેમ કહી બીજા સવા લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. મારી પાસે રકમની વ્યવસ્થા ન હોવાથી ઉછીના રૂપિયા લઇ રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ ફરીથી ટોળકીનો ફોન આવ્યો હતો અને લોટરીની વિધિનું લાઈવ પ્રસારણ કરવું પડશે તેમ કહી બીજા 95 હજારની માગણી કરી હતી. બિચારા શેરડીવાળા એ આ રકમ પણ ઉછીનાપાછીના કરી ટ્રાન્સફર કર્યા હતા. આમ જુદા જુદા બહાના બતાવી ટોળકીએ કુલ 2.77 લાખ પડાવી લીધા હતા. બનાવ અંગે સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW