HomeGujaratIPLની ફાઈનલ મેચ ન.મો. સ્ટેડીયમમાં રમાશે, જય શાહે કરી જાહેરાત

IPLની ફાઈનલ મેચ ન.મો. સ્ટેડીયમમાં રમાશે, જય શાહે કરી જાહેરાત

અત્યારે આઈપીએલની સીઝન ચાલી રહી છે. આઈપીએલના રસીકો ફાઈનલ મેચ ક્યાં રમાશે તે અંગે ઘણા આતુર હતા. ત્યારે આજે બીસીસીઆઈના સેક્રેટરી 29મીએ આઈપીએલનો ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. આ સાથે જ તેમણે ચાલુ વર્ષે રમાનારી મહિલા ટી-20 મેચની ચોથી સીઝનની તારીખો પણ જાહેર કરી છે.

BCCIના સેક્રેટરી જય શાહના જણાવ્યા પ્રમાણે આઈપીએલ 2022ના પ્લેયઓફ સ્ટેજના મુકાબલા અમદાવાદ અને કોલકાતામાં રમાશે. આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મીએ રમાશે. 27 મેના દિવસે ક્વોલિફાયર રમાશે. ઈડન ગાર્ડન્સમાં 24મેએ ક્વોલિફાયર 1 અને 25મેએ એલિમિનેટર રમાશે. મહિલા ટી20ની તારીખોની જાહેરાત કરતા જય શાહે કહ્યું કે ચાલુ વર્ષે મહિલા ટી-20 રમાશે અને મહિલા ટીમ 20ની ચોથી સિઝન પુણેમાં રમાશે. 23, 24, 26મીએ મહિલા આઈપીએલની મેચો રમાશે જ્યારે મહિલા આઈપીએલની ફાઈનલ મેચ 28મે રમાશે.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં એક લાખથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા છે. આ વખતે કોરોનાને કારણે આખી આઇપીએલનું આયોજન મુંબઈ-પુણેમાં થયું છે. આવી સ્થિતિમાં જુદા જુદા મેદાનો પર પ્લેઓફનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે કોલકાતા અને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, જે દેશના સૌથી મોટા સ્ટેડિયમ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW