HomeGujaratCentral Gujaratતૈયારી શરૂઃ રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન, 14મીએ જળયાત્રા

તૈયારી શરૂઃ રથયાત્રા પહેલા ત્રણેય રથનું પૂજન, 14મીએ જળયાત્રા

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. પણ પ્રભુ જગન્નાથની રથયાત્રા પહેલા વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે રથપૂજન કરવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના મહંત દીલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈએ પૂજનવિધિ કરી હતી. ત્રણેય રથનું પૂજન કર્યું હતું. મંદિરના સેવકોની હાજરીમાં જય જગન્નાથના નારા સાથે મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિર આવેલું છે. ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીથી યાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા તથા ભજન મંડળી સાથે ડેકોરેટ ટ્રક સાથે નીકળશે. ભક્તોની હાજરીમાં આ રથયાત્રા નીકળશે. લોકો ભગવાનના દર્શન કરીને ધન્યતા પામશે. તા.12 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે. જ્યારે તા.1 જુલાઈના રોજ ભગવાનની રથયાત્રા નીકળશે. જે શહેરના જુદા જુદા માર્ગ પર ફરશે. કોરોના વાયરસની મહામારીના કારણે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળશે. માત્ર મંદિર પરિસરની અંદર રથને ફેરવીને આખો દિવસ પરિસરમાં પૂજા કરીને મૂકી રખાયા છે. કોરોનાને કારણે રથયાત્રામાં એક પણ ભાવિકની હજારી ન હતી. માત્ર હાથી અને રથ સાથે યાત્રા કાઢવામાં આવી હતી. પણ આ વખત ભાવિકો આ યાત્રામાં જોડાઈ શકશે. દર્શન કરી શકશે. ભજન મંડળીનો લાભ લઈ શકસે. જોકે, ન માત્ર અમદાવાદ પણ જગન્નાથ પુરીમાં પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પૂરીમાં ચંદન યાત્રાના પ્રસંગ નિમિતે જાણીતા સેન્ડ આર્ટીસ્ટ નરેન્દ્ર પોડે સેન્ડ આર્ટ તૈયાર કર્યું છે. બીજી તરફ આ વર્ષે છૂટ મળવાને કારણે પૂરીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો આવે એવી પૂરી સંભાવના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW