વાંકાનેરના દિવાનપરા રહેતા નિવૃત મામલતદાર લલીતભાઈ જીવણભાઈ પુજારા તેમજ ડે મામલતદાર તરીકે ફરજ બજાવતા હર્ષદ મણીલાલ પરમારના વાંકાનેર શહેરની મધ્યમાં ડો દેલવાડીયાની હોસ્પિટલ નજીક આવેલ અલગ અલગ 2 પ્લોટમાં કાદર અબુભાઈ કાસમાણી,શાહરૂખ કાદરભાઈ કાસવાણીએ 2013થી ફેન્સીગ કરી પતરાનો શેડ બનાવી તેમાં લીલાઘાસ ચાર વેચાણ શરુ કરી કબજો કરી લીધો હતો અને જયારે પ્લોટ ખાલી કરવાનું કહેતા આરોપીઓએ પ્લોટ ખાલી ન કરતા ન હતા તેમજ જે થાય તે કરી લેવાની ધમકી આપી રોફ જમાવ્યો હતો.જેથી લલીતભાઈ તેમજ હર્ષદભાઈ બન્નેએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે વાંકાનેર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે ડીવાયએસપી એમ આઈ પઠાણ તપાસ કરી રહ્યા છે.

