HomeGujaratમોરબી જિલ્લામાં વધુ એક કેન્દ્રીય વિદ્યાલય મંજુર કરવા માંગ

મોરબી જિલ્લામાં વધુ એક કેન્દ્રીય વિદ્યાલય મંજુર કરવા માંગ

મોરબી જીલ્લો ઉદ્યોગિક ક્ષેત્રે વિકસિત જીલ્લો છે. જેના કારણે અન્ય રાજ્યમાંથી લોકો રોજગાર અર્થે આવેલા છે આ ઉપરાંત જિલ્લાનો વિકાસ થવાથી લોકો પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા તરફ વળ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના ઘણા કર્મચારિયો, ઓફિસરો પણ અહિ નોકરી અર્થે આવતા હોય છે.અને તેમની અવાર નવાર ટ્રાન્સફર થતી હોય છે જેથી તેમના બાળકોને સીબીએસસી બોર્ડમાં ફરજીયાત અભ્યાસ કરાવવા પડે છે જોકે મોરબી જિલ્લામાં માત્ર એક જ કેન્દ્રીય વિદ્યાલય હોવાથી બાળકોના અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં જો એક કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવે તો ઉપરોક્ત મુજબ ના લોકોના બાળકો ને અભ્યાસ માં સારું રહે. નહિંતર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ત્યારે તે બાળકોને અભ્યાસક્રમમાં મુશ્કેલી ઓનો સામનો કરવો પડતો હોય છે.મોરબી માં એક કેન્દ્રિય વિદ્યાલય ની સ્કુલ બનાવવા માં આવે તો આ માટે લગત વિભાગ ને મોરબી માં કેન્દ્રિય વિદ્યાલય બનાવવાંમાં આવે તેવી માંગણી ઉઠી છે આ બાબતે મોરબીના કોંગ્રેસ અગ્રણી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW