સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે જન્માષ્ટમીમાં જામતી જુગારની મહેફિલ હવે બારેમાસ ધમધમતી રમત બની ગઇ છે. મોરબીમાં અવાર નવાર જુગારીઓ પકડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક જુગાર કેસમાં ઉમેરો થયો છે. મોરબી પોલીસની ટીમે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો અને અહી મહિલાઓ પણ જુગાર રમતી હતી જોકે રાત્રીનો સમય હોવાથી મહિલા પોલીસ મથકમાં ન રાખી શકતા હોવાથી માત્ર ત્રણ પુરુષની અટકાયત કરી હતી . બનાવ અંગે એ ડીવીઝન પોલીસે 4 મહિલા સહીત 7 લોકો વિરુદ્ધ ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી હતી .
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સત્યમ પાનવાડી શેરીમાં આવેલ ભક્તિનગર ૧માં ચેતન પ્રેમજીભાઈ પૂજાના ઘરે પત્તા રમતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. પોલીસે ચોક્કસ યોજના બનાવી સાતેય જુગારીઓને પકડી પાડયા છે. પોલીસ અધિકારી એમ પી પંડ્યા તથા ટીમે જુગારીઓને ઝડપી લીધા હતા અને બસ સ્ટેન્ડની સામે રહેતા શૈલેષભાઈ ઠક્કર, શક્તિ પ્લોટમાં રહેતા મયુર શેઠ અને ચેતનભાઇ લુહાણાની ધરપકડ કરી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ધુનડા રોડ પર રહેતા મિતલ બેન પટેલ, કંડલા બાયપાસ પાસે રહેતા વિણાબેન, ભક્તિનગર માં રહેતા ચાંદનીબેન લોહાણા, રવાપર રોડ પર રહેતા મેરુબેન સુરાણી બસ સ્ટેન્ડની સામે રહેતા શૈલેષભાઈ ઠક્કર, શક્તિ પ્લોટમાં રહેતા મયુર શેઠ અને ચેતનભાઇ લુહાણા વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

