રાજસ્થાનનો ટ્રક ચાલક ટ્રેલરમાં મોટા પાયે વિદેશી દારૂ ભરી મોરબી જિલ્લામાં આવતો હોવાની અને હાલ માળિયા મોરબી નેશનલ હાઇવે રોડ પર આવેલ ભરતનગર ગામ પાસે રામદેવ વે-બ્રિજ પાસે ટ્રેઇલરના બોક્ષ તથા ચોરખાનામાંથી રૂ 2.86લાખની કિમતના નો ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી રાજસ્થાનથી દારૂ ભરી મોરબી આપવા આવેલો હોવાનું ખુલતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે, રામદેવ વેબ્રિજ પાસે ટાટા કંપનીનું ટેઇલર ન. RJ-19-10-5864માં ઇગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી મોરબી તરફ આવી રહી હોય અને આપવા માટે આવી ટ્રક ચાલકે ટેઇલર પાર્ક કરી ઉભો હોય બાતમી આધારે પીઆઇ વિરલ પટેલ અને તેની ટીમે ટેઇલરને પકડી પાડી ચેક કરતા ટેઇલરના પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાં તથા બંને સાઇડના ટુલબોક્ષમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કંપની પેટીઓ પ્લાસ્ટિક કોથળામાં છુપાવેલ હતી જેથી પેટી ખોલી તપાસ કરતા તેમાંથી 444 બોટલ દારૂ અને તથા 288 બીયરના ટીન સહિત કિં.રૂ.2.86 લાખનો દારૂ બિયર મળી આવ્યો હતી પોલીસે દારૂની હેરફેરમાં ઉપયોગમાં લીધેલ ટ્રેલર ન. RJ-19-G0 584 મળી કુલ કિં.રૂ. 12,86,260નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને આરોપી ટ્રક ચાલક રામચંદ્ર દલારામ વૈષ્ણવને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

