HomeGujaratપરિણીતા પર કુકર્મ કરી હત્યાના કેસમાં ત્રણ નરાધમોને ફાંસીની સજાનું એલાન

પરિણીતા પર કુકર્મ કરી હત્યાના કેસમાં ત્રણ નરાધમોને ફાંસીની સજાનું એલાન

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી સીમ વિસ્તારમાં મહિલા પર થયેલા કુકર્મ અને હત્યાના કેસમાં કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે ત્રણ શખ્સોને ફાંસીની સજા ફટકારી છે. વર્ષ 2018માં કપડવંજ તાલુકાના પરણિત મહિલા પર ત્રણ શખ્સોએ ગેંગરેપ કરી મહિલાને પતાવી દીધી હતી. કપડવંજ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલતો હતો. જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે.

સરકારી વકીલ મનીષ પટેલે 26 લોકોની જુબાની અને 45 ડૉક્યુમેન્ટ પુરાવા તરીકે આપી કેસ લડ્યો હતો. એડી.ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ મામલે ચૂકાદો આપ્યો છે. આરોપીઓમાં લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદી , જયંતીભાઈ બબાભાઈ વાદી, ગોપી ઉર્ફે બલાભાઈ ગીરીશભાઈ દેવીપુજકનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપી કપડવંજ તાલુકામાં રહે છે. મહિલાને નિરમાલી ગામની સીમમાં લઈ આવ્યા બાદ બંને હવસખોરોએ દુષ્કર્મ આચરીને શિકાર કરી હતી. આ દરમિયાન ગોપી ઉર્ફે ભલો ગિરિશભાઈ દેવીપૂજક આવી પહોંચતા બીજાને કહી દેશે એવી બીકથી જંયતી અને લાલાએ ભલાને બળજબરી પૂર્વક કુકર્મ કરાવ્યું હતું.

પછી મહિલાના ગળા પર પગ મૂકીને હત્યા કરી દેવામાં આવી હતી. પુરાવાનો નાશ કરવાના હેતુથી મહિલાના મૃતદેહને નિર્વસ્ત્ર કરી ખેતરમાં નાંખીને ફરાર થઈ ગયા હતા. આ કેસમાં પોલીસ કોર્ટે ચૂકાદો આપ્યા બાદ કાયદેસરના પગલાં લેવા માટે કોર્ટ પરિસરમાંથી લઈ ગઈ હતી. અપહરણ, કુકર્મ અને હત્યાના મામલે કોર્ટના આ ચૂકાદાને ઐતિહાસિક માનવામાં આવે છે. સમાજમાં મહિલા પર કુકર્મ કરનારાઓમાં એક પ્રકારનો ભય કાયદાનો ઊભો થાય એ જરૂરી છે. એ હેતુંથી કોર્ટે આ પ્રકારનો ચૂકાદો જાહેર કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW