મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં નેસડા ગામ તરફ જવના રસ્તે કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે રવિ પ્રભુભાઈ પટેલ, ભાવેશ મગનભાઈ પટેલ,ધવલ ભીમજીભાઈ પટેલ વિનોદ ત્રિભોવનભાઈ પટેલ,ચેતન મનસુખભાઈ પટેલ કલ્પેશ ગણેશભાઈ પટેલને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રૂ 5.02 લાખનો મુદામાલ કબજે કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

