વાકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં ગુરુવારે વહેલી સવારે એક નવજાત બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી,બાળકીનો રડવાનો અવાજ સાંભળી ગામની કોઈ વ્યક્તિને જાણ થતા તેઓએ બાળકીને વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી હતી જે બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વાકાનેર તાલુકા પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી અને બાળકીના વાલી વારસની શોધખોળ હાથ ધરી હતી
વાંકાનેર તાલુકાના રાજવડલા ગામમાં રહેતા ફિરોઝભાઈ વકાલિયાના ઘર પાસે ગત રાત્રીના કોઈ અજાણી વ્યકિત નવજાત બાળકને તરછોડી ભાગી ગયું હતું.જોકે વહેલી સવારે ઘરની આસપાસ રહેતા ઇસ્માઈલ ભાઈ વડાવીયા રોઝું રાખવા વહેલા ઉઠ્યા હતા જેથી તેઓને બાળકીના રડવાનો અવાજ સંભાળતા તેઓએ સ્થળ પર તપાસ કરતા નવજાત બાળક મળી આવ્યું હતું.જોકે તેની આસપાસ કોઈ અન્ય વ્યક્તિ ન મળતા બાળકીના વાલી વારસની શોધ ખોળ હાથ ધરી હતી પણ વળી ન મળતા અંતે બાળકીની તપાસ કરતા તેની હાલત ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં ખસેડી હતી ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી બનાવ અંગે પોલીસે નવજાત બાળકની માતાની શોધખોળ હાથ ધરી હતી.

