HomeGujaratનિવૃત ઈજનેરનો બફાટ,હું વિષ્ણુંનો કલકી અવતાર રૂ.16 લાખ આપો

નિવૃત ઈજનેરનો બફાટ,હું વિષ્ણુંનો કલકી અવતાર રૂ.16 લાખ આપો

રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પરની બંસરી સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર ફેફરે તા.22 એપ્રિલના રોજ જળસંપત્તિ વિભાગ નર્મદા તથા પાણી પુરવઠા તેમજ કલ્પસર વિભાગ ગાંધીનગરને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે એક વર્ષનો લેવાનો બાકી પગાર રૂ.16 લાખ તાત્કાલિક ચૂકવી દેવા માટે વાત કહી હતી.

ફેફરે કહ્યું કે, સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂ.16 લાખ જેટલો પગાર લેવાનો બાકી નીકળે છે. આ એક વર્ષ દરમિયાન તેમણે વર્ક ફ્રોમ હોમ કર્યું છે. આ ઉપરાંત કોરોના કાળમાં પણ કામ કરેતા વ્યક્તિને સરકાર પગાર ચૂકવે છે. આ પત્રમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે, હું વિષ્ણુંનો દસમો અવતાર કલકી અવતાર છું. એક વર્ષ સુધી હું ઓફિસમાં ગેરહાજર હતો કારણ કે, કલી નામના રાક્ષસ સાથે મારૂ યુદ્ધ ચાલતું હતું. જો હું ગેરહાજર ન રહ્યો હોત તો ભારત આર્થિક રીતે બરબાદ થઈ જાત. રશિયા, ચીન, પાકિસ્તાન તથા અમેરિકાનો વિકાસદર જે ભારત કરતા ઓછો છે. જોકે, એમના આવા બફાટને કારણે રાજકોટમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, કેસ સામે આવ્યા બાદ જળસંપત્તિ વિભાગ કે પાણી પુરવઠા વિભાગના કોઈ અધિકારીઓએ કોઈ પ્રકારની વાત કહી નથી.

જોકે, આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પમ બીજી કેટલીક સરકારી ઓફિસમાં રજાના દિવસોમાં પગાર વસુલવા માટે કેટલાય કીમિયાઓ રજૂ થયા છે. જોકે, આ કેસમાં આ વ્યક્તિએ પોતાને વિષ્ણુંનો કલકી આવતાર કહી દેતા લોકો એની શોરથી ચર્ચા કરી રહ્યા છે.

રાજકોટમાંથી નિવૃત ઈજનેરનો વિવાદ સામે આવ્યો છે. નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગમાં અગાઉ ઈજનેર પદે ડ્યૂટી કરતા અને પોતાને કલકી અવતાર તરીકે ઓળખાવતા રમેશચંદ્ર ફેફરે ફરીથી એકવખત બફાટ કર્યો છે. પોતાના જ વિભાગ પાસેથી એક વર્ષના પગારના રૂ.16 લાખની ઉઘરાણી કરી છે. આ વર્ષ દરમિયાન તેઓ પોતે ઓફિસમાં હાજર રહ્યા ન હતા. આ સમયમાં તેઓ પોતે ઘરે રહીને કલી રાક્ષસ સાથે યુદ્ધ કરતા હતા એવું એમનું કહેવું છે. આ યુદ્ધના કારણે ભારત આર્થિક રીતે બરબાદ થતા અટકી ગયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW