મોરબીના નેશનલ હાઈવે પર આવેલ લાલપર ગામ નજીક ગત તા 25ના રોજ બપોરના સમયે દેવેશ સિંહ ઉર્ફે વિશાલ નામનો યુવક તેનું જીજે 36 એ ડી 6503 નંબરનું બાઈક લઈને જતો હતો તે દરમિયાન પુર ઝડપે આવેલ જીજે 36 ટી 7611 નંબરના ટ્રકના ચાલકે બેદરકારી રીતે ટ્રક રોંગ સાઈડમાં લઇ ગયો હતો અને સામેથી આવતા દેવેશસિંહને હડફેટે લીધો હતો.બનાવમાં યુવકને ગંભીર ઈજા પહોચતા ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવમાં યુવકનું મોત થતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

