HomeGujaratહાર્દિક-અશ્વિન કોટવાલની નારાજગી અંગે રઘુ શર્માનું મોટું નિવેદન કહ્યું આ માટે..

હાર્દિક-અશ્વિન કોટવાલની નારાજગી અંગે રઘુ શર્માનું મોટું નિવેદન કહ્યું આ માટે..

અશ્વિન કોટવાલની નારાજગીને લઈને સુખરામ રાઠવાએ એવી વાત કરી છે કે, સમાજમાં નવા યુવાનો અને નવા ચહેરાઓ તૈયાર છે. રાજકારણમાં આવવા માટે અશ્વિન કોટવાલ જશે તો ખેડ બ્રહ્મમમાં ઘણા યુવાનો તૈયાર બેઠા છે. આ સાથે કોંગ્રેસમાં જગ્યા ક્યારેય ખાલી પડી નથી. કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે, કોટવાલ જશે તો ખેડબ્રહ્મમાંથી ઘણા યુવાનો તૈયાર બેઠા છે. તેમણે એવું પણ ઉમર્યુ કે સમજાના કઈ ખોટ પડતી નથી. સમાજમાં બીજા યુવાનો તૈયાર હોય છે. કોંગ્રેસમાં હમેાશા ખાલી જગ્યા કોઈ પડી નછી. અશ્વિનભાઈ જશે તો ખેડબ્રહ્મા માંથી યુવાનો તૈયાર બેઠા છે. એને ચાન્સ મળશે.

કોંગ્રેસથી નારાજ થયેલા નેતાઓ અંગે પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, હાર્દિક પટેલ તથા અશ્વિન કોટવાલને સમજાવી લઈશું. અમે નારાજગી સામે વાતચીતથી સમધાન લાવવા માટે તૈયાર છીએ. નરેશ પટેલે હજુ સ્પષ્ટતા કરી નથી કે, તે કઈ પાર્ટીમાંથી રાજકારણમાં આવી રહ્યા છે. પણ રઘુ શર્માએ કહ્યું છે કે, નરેશ પટેલ સાથે હું સતત સંપર્કમાં છું. ખોડલધામ સમિતીનો સર્વે પૂરો થવાની તૈયારીમાં છે. તા. 15 મે સુધી તેઓ સ્પષ્ટ કરી દેશે કે રાજકારણમાં આવવુ કે નહી એવું તેઓ જ સ્પષ્ટ કરી દેશે. નરેશ પટેલ સાથે હું સતત સંપર્કમાં છું. એવું તેઓ આ પહેલા પણ કહી ચૂક્યા છે.

હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પર પોતાનું પંજા સાથેનું પ્રોફાઈલ પિક્ચર બદલતા રાજકારણમાં રીસામણા મનામણાનો દૌર શરૂ થયો હોય એવું લાગે છે. ખાસ કરીને હાર્દિક પટેલની હાઈકમાન્ડ સાથેની મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી અને વેણુગોપાલ સુધીના મોટાકદના નેતાઓની દોડધામ વધી ગઈ છે. ભાજપના ગીત ગાવાનું શરૂ કરી દેતા કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. માત્ર હાર્દિક પટેલ જ કોંગ્રેસથી નારાજ નથી. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ કોંગ્રેસથી નારાજ છે.

આ માહિતી રાજકીય સુત્રોમાંથી મળી છે. તેઓ ભાજપમાં જોડાશે એવી અટકળ ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. કૈલાશ ગઢવીએ રાજીનામું આપી દેતા હવે હાર્દિક પટેલ અને અશ્વિન કોટવાલ કોંગ્રેસ છોડે એવી ચર્ચા રાજકીય લોબીમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને રઘુ શર્માને આકરા પ્રકાર કરી નાંખ્યા છે. આમ આદમી પાર્ટી પર રધુ શર્માએ આરોપ મૂકતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. ચૂંટણી સમયે આવી આવી પાર્ટઓ આવી રહી છે. 125થી વધારે બેઠક પર સફળતા પ્રાપ્ત થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW