HomeNationalમુંબઈ પોલીસે એક્ટરનું અપમાન કર્યું, પ્રતીકે કહ્યું મને ગોડાઉનમાં બેસાડી દીધો

મુંબઈ પોલીસે એક્ટરનું અપમાન કર્યું, પ્રતીકે કહ્યું મને ગોડાઉનમાં બેસાડી દીધો

બોલિવુડ તથા ગુજરાતી ફિલ્મ એક્ટર પ્રતીક ગાંધીને મુંબઈ પોલીસનો કડવો અનુભવ થયો છે. મુંબઈ પોલીસે કલાકો સુધી એને ગોડાઉનમાં બંધ કરી દીધો હતો. કારણ કે, હાઈવે પર વીઆઈપી મુવમેન્ટ હતી. આ વાત પ્રતીકે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરીને કરી જાહેર કરી છે. તેમણે કહ્યું કે, મુંબઈ પોલીસે ખભાથી ખેંચ્યો હતો. સોશિયલ મીડિયા પર એક યુઝરે કોમેન્ટ કરી કે, મુંબઈમાં વડાપ્રધાન મોદી આવેલા હોવાથી આવું થયું છે.

પ્રતીક ગાંધીએ કહ્યું કે, મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વીઆઈપી મુવમેન્ટને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. શુટિંગ લોકેશન પર જવા માટે મેં ચાલીને જવાનું શરૂ કર્યું. આ દરમિયાન પોલીસે મને ખભાથી ખેંચીને એક માર્બલના ગોડાઉનમાં રાહ જોવડાવી હતી. આવું શા માટે કરવામાં આવ્યું એ અંગે મને કંઈ કહેવામાં આવ્યું નથી.

મારૂ અપમાન કરવામાં આવ્યું છે. એક યુઝરે તો એની વેબ સીરિઝ સ્કેમનો ડાયલોગ લખ્યો હતો. હર બાર રિસ્ક હૈ તો ઈશ્ક હૈ એવું ના થાય મોટા ભાઈ. જે કોમેન્ટ પર રીપ્લાય કરતા તેમણે લખ્યું કે, ભાઈ કોઈ રિસ્ક ન હતું હું તો કામ પર જતો હતો. બીજા એક યુઝરે એવું લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં હોવાથી આવું થયું છે.

જેનો રીપ્લાય કરતા પ્રતીકે લખ્યું કે, ઉપ્સ મને ખબર જ ન હતી. છેલ્લે પ્રતીક ‘ભવાઈ’માં જોવા મળ્યો, હવે તે ‘અતિથી ભૂતો ભવ’, ‘દેઢ બીઘા જમીન’, ‘વો લડકી હૈ કહાં’ તથા ‘ફૂલે’માં જોવા મળશે. ‘ફૂલે’ ફિલ્મ જ્યોતિરાવ ફૂલે તથા સાવિત્રી ફૂલેની બાયોપિક ફિલ્મ છે. જેમાં પત્રલેખા લીડ રોલ પ્લે કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW