રાધનપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કિંજલ દવેના સંગીતના કાર્યક્રમમાં ખુરશીઓ ઉડી હતી. ચાહકો એના ગીત અને કંઠ પર ઝૂમી ઊઠ્યા હતા. યુવાનો બેથી ચાર ખુરશી ભેગી કરીને એની ઉપર ચડી ગયા હતા.જેના કારણે કેટલીય ખુરશીઓ તૂટી ગઈ હતી. યુવાનોએ ખુરશી ઉછાળતા અફરાતફરી મચી ગઈ હતી.
જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. જેમાં જોવા મળે છે કે, કેટલાક યુવાનો ખુરસી ઊંચી કરીને જોરથી નીચે પછાડી રહ્યા છે. ગુજરાત સરકારના પ્રવાસ વિભાગ તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાધનપુરમાં અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કૉલેજમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંગીતકારની ટુકડી સાથે કિંજલ દવેએ મોજ કરાવી હતી. કાર્યક્રમની મજા બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા તે અંગે હજી કોઈ માહિતી મળી નથી. સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ હજી કોઈ માહિતી સામે આવી નથી. રાજભા ગઢવીના લોકડાયરામાં લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો. ખોડિયાર માતાજીના પ્રથમ પાટોત્સવમાં લોકડાયરો યોજાયો હતો. રાજભા ગઢવીના લોકડાયરામાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કિંજલને જોવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કિંજલ દવે પર રૂપિયાની નોટનો વરસાદ થયો હતો. તો બીજી તરફ કેટલાક યુવાનો ખુરશી ઉછાળતા જોવા મળ્યા. આ કારણે કેટલીય ખુરશીઓ તૂટી ગઈ હતી. મોટાભાગના લોકોએ આ કાર્યક્રમ શાંતિથી સાંભળ્યો હતો. પણ તોફાની તત્ત્વોની ટુકડીએ ચાલું કાર્યક્રમે ધમાલ મચાવી હતી. જેમાં કેટલાક યુવાનો એનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા. તો કેટલાક પોતે બાહુબલી હોય એમ ખુરશી પર શક્તિશાળી હોવાનો પુરાવો આપી રહ્યા હતા.

