પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના જબલપુરમાંથી યુવતીએ ડિલિવરી બોયની બુટથી ધોલાઈ કરી હોય એવો કેસ સામે આવ્યો છે. યુવતીની જાહેરમાં દાદાગીરી જોઈને આસપાસના લોકો એને માર ન મારવા માટે સમજાવતા હતા. પણ ગુસ્સેમાં ભડકી ગયેલી યુવતીએ બાઈક ચાલકને બુટથી મારમાર્યો છે. જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સ્વિગી ફૂડ ડિલેવરીના ડિલિવરી બોયને યુવતીએ જાહેરમાં માર માર્યો હતો. આ યુવાનની ભૂલ એટલી જ હતી કે, એની બાઈક યુવતીની સ્કૂટીને અડી ગઈ હતી. જેના નંબર MP20 SY 1282 હતા.

યુવતીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો તેણે પોતાનું બુટ કાઢીને જાહેરમાં બાઈક ચાલકને મેથીપાક ચખાડી દીધો હતો. એટલું જ નહીં જાહેરમાં યુવકને લાતો મારી હતી. જ્યારે આ યુવતીને આ લડાઈથી છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવતીએ ગુસ્સામાં આવીને કહ્યું કે, ઈજા મને પહોંચી છે તમને નહીં. આ પછી પોલીસે ડિલિવરી બોય સાથે વાતચીત કરી હતી. આ પછી તેણે આ યુવતી સામે પોલીસ ફરિયાદ કરી છે. બડી ઓમતી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ એસ.પી.એસ બઘેલે જણાવ્યું હતું કે, તા.14 એપ્રિલના રોજ ગુરૂવારે આ ઘટના બની હતી. અઢી વાગ્યા આસપાસનો બનાવ છે.
#MadhyaPradesh: A girl beat up a biker with shoes near Russel Chowk of #Jabalpur district on Thursday evening after the youth arrived from wrong side and collided with her scooty. pic.twitter.com/PLZNE1ELDD
— Free Press Journal (@fpjindia) April 15, 2022
બિછુઆ ચરગંવાનો ડિલિવરી બોય દીલીપ વિશ્વકર્માએ આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે તે પિઝાની ડીલેવરી માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. જબલપુર હોસ્પિટલ પાસેથી એક યુવતી સ્કૂટી લઈને આવતી હતી. તે સ્કૂટી કંટ્રોલ કરી શકી ન હતી. પછી યુવતી એકાએક ગાળાગાળી પર આવી ગઈ હતી. મારપીટ કરવા લાગી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ ટીમ સક્રિય થઈ ગઈ હતી. આ પછી યુવાન પણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવહન વિભાગની વેબસાઈટ અનુસાર આ સ્કૂટી ન્યૂ રિછાઈ કોલોનીમાં રહેતા કોઈ મધુસિંહના નામે નોંધાયેલું છે. જાહેરમાં અપમાનિત કરવા અને મારપીટ કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એ પણ ઉમેર્યું કે, હાલમાં યુવતીને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરી દેવામાં આવે છે.

વીડિયોમાં દેખાતા દ્રશ્યો અનુસાર યુવતીનું એવું કહેવું છે કે, બાઈકચાલક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. પણ યુવતીએ પોતાની સ્કૂટીનું બેલેન્સ ગુમાવતા મામલો બિચક્યો હતો. જેમાં એનું વાહન બાઈક સાથે ટકરાયું હતું. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બુટથી તે યુવકન મોઢે મારે છે. રીપોર્ટ અનુસાર પોલીસે મોડી રાત્રે મધુસિંહ જેના નામ પર સ્કૂટી છે એની અટકાયત કરી હતી. કાયદાકીય પ્રક્રિયા બાદ નોટીસ પર એમને છોડી મૂકાયા હતા. આ સાથે વોર્નિંગ પણ આપી હતી. રસલ ચોંકમાં થયેલી આ માથાકુટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

