HomeGujaratમોરબીના નીચી માંડલ નજીક રામેસ્ટ ગ્રેનેટો નામની સિરામિક ફેક્ટરીમાંથી 20 જેટલા બાળ...

મોરબીના નીચી માંડલ નજીક રામેસ્ટ ગ્રેનેટો નામની સિરામિક ફેક્ટરીમાંથી 20 જેટલા બાળ મજુર છોડાવ્યા

મોરબીના હળવદ રોડ પર આવેલ નીચી માંડલ ગામનજીક આવેલ રામેસ્ટ ગ્રેનીટો નામની સિરામિક ફેક્ટરીમાંથી અલગ અલગ એનજીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે તપાસમાં ફેકટરીમાં થી 20 જેટલા નાના બાળકો મજુરી કરતા મળી આવતા અ તમામ બાળકોને છોડાવવામાં આવ્યા હતા અને તાલુકા પોલીસ મથકે લઇ જઈ બાળકોને તેના વાલી સુધી પહોચાડવા તજવીજ હાથ ધરી હતી

મોરબીના સિરામિક ઝોન તેમજ અલગ અલગ ફેકટરીમાં 18 વર્ષથી નાની ઉમરના બાળકોને હેવી મશીનરીમા કામ કરાવતા હોવાની તેમજ 14 વર્ષથી નાની ઉમરના બાળકોને પણ પ્રતિબંધિત કામ પર રાખવામાં આવતા હોવાની આનેક ફરિયાદ ઉઠતી હોય છે. મોરબીમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ શ્રમ વિભાગ આ બાબતે આંખ આડા કાન કરતું હોય છે જેના કારણે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું હોય છે.જોકે અલગ અલગ એનજીઓ આ પ્રકારની બાળ મજુરી અટકાવવા સર્કીય જોવા મળતા હોય છે અને સમયાન્તરે અલગ અલગ ફેકટરીમાંથી અ રીતે બંધુવા મજદૂર જેવી મજૂરરી કરતા બાળકોને છોડાવવામાં આવે છે.ત્યારે આજે હળવદ રોડ પર આવેલ નીચી માંડલ ગામ પાસે ધમધમતી રામેસ્ટ ગ્રેનેટો નામની સિરામિક ફેક્ટરીમાં મોટા પાયે બાળ મજૂરો કામ કરતા હોવાની બાતમી આધારે બચપન બચાઓ નામની દિલ્હીની એક એનજીઓ ઉપરાંત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ , ફ્રેન્ડસ ફોર વુમેન એન્ડ ચાઈલ્ડ સહિત અલગ અલગ એનજીઓની ટીમે તાલુકા પોલીસ તેમજ મોરબી ચાઈલ્ડ લાઇન મોરબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા બપોરના સમયે આવી પહોચી હતી અને ફેકટરીના અલગ અલગ વિભાગમાં મજુરી કરતા અલગ અલગ રાજ્યના 20થી વધુ બાળ મજુરોને છોડાવ્યા હતા આ ઉપરાંત ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહીને અને નાઈટ શિફ્ટ કરતા બાળકો પણ મળી આવ્યા હતા આ તમામ બાળકોને રેસ્ક્યુ કરી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા

પકડાયેલ બાળકો યુપી બિહાર અને ઝારખંડ આસપાસના હોવાનું સામે આવ્યું

એનજીઓ દ્વારા પકડાયેલા બાળકો સ્થાનિક મજુર ન હોય પણ યુપી,બિહાર ઝારખંડ,ઓડીસા તેમજ યુપીના હોવાનું અને અહી એક 12થી 17 વર્ષના છે અને આ બાળકોએ તેના માતા પિતા વિના આવ્યા છે. જેમાં 2થી 3 છોકરીઓ પણ હોવાનું સામે આવ્યું છે મજુરી માટે લાવવામાં આવેલ બાળકો અહી કેવી રીતે આવ્યા અને કેટલા સમયથી રહે છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે હાલ પકડાયેલ બાળકોની સ્થિતિ જોતા બીજા રાજ્યોમાંથી બાળ તસ્કરોની ગેંગ સક્રિય હોય અને અહી બાળકોને લલચાવી ફોસલાવી લાવતા હોય અને મજુરી કરવા મજબુર કરતા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે , .

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW