HomeGujaratમોરબીમાં સરકારીના બદલે ખાનગી મેડીકલ કોલેજ સ્થાપવાની જાહેરાતનો ઉઠ્યો વિરોધ

મોરબીમાં સરકારીના બદલે ખાનગી મેડીકલ કોલેજ સ્થાપવાની જાહેરાતનો ઉઠ્યો વિરોધ

મોરબીમાં રાજ્ય સરકાર દ્વારા 2020માં નવી સરકારી મેડીકલ કોલેજ સ્થાપવાની માંગણી કરી હતી જોકે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોરબીમાં સરકારી મેડીકલ કોલેજના બદલે હવે ખાનગી મેડીકલ કોલેજ શરુ કરવાની જાહેરાત થતા મોરબીમાં આ નિર્ણયનો વિરોધ ઉઠ્યો છે.ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ વિરોધ વ્યક્ત કરી જણાવ્યું હતું જેન મોરબીમાં સરકારી મેડીકલ કોલેજ મંજુર થઇ ગઈ હોવા છતાં શા માટે ખાનગી મેડીકલ કોલેજને મંજુરી આપવાની જરૂર પડી જો સરકાર મોરબીમાં માત્ર જાહેરાત કરી લોકોને છેતરવા જ માગતી હોય તો શનાળા ગામ પાસે મેડીકલ કોલેજ માટે ફાળવવાનું કારણ શું હતું મોરબીને મળેલી સરકારી કોલેજ જો તાપી જીલ્લો મંજુર કરાવી જતો હોય તો મોરબી જિલ્લાના સાંસદો, રાજ્યના મંત્રી અને જેની સરકાર છે તેવાં ભાજપના આગેવાનો શું કરી રહ્યા હતા શું આ આગેવાનોનું સરકારમાં કઈ ઉપજે છે કે નહી કે માત્ર આ લોકો ભીડ જ ભેગી કરવાનું કામ કરતા હોય તેમ લાગે છે આવી ખાનગી મેડીકલ કોલેજમાં શું સ્ટ્રક્ચર એટલું મોંઘુ હશે કે તેમાં કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના લોકોના બાળકો અભ્યાસ કરી શકશે નહી માત્ર પૈસા ટકે સુખી પરિવારના બાળકો ડોક્ટર બનશે . મેડીકલ કોલેજ માટે ફાળવેલ જમીન હવે સેલ્ફ ફાઈનાન્સ માટે સસ્તામાં આપવામાં આવશે કે બજાર ભાવે ? શું આ મેડીકલ કોલેજમાં કોઈ રાજકીય આગેવાન પોતાના આર્થીક હિત પણ સચવાયા હોય તેવો આભાસ થઇ રહ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW