પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે.અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે. તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે. ત્યારે અલગ અલગ સમાજના આ લગ્નમાં જોડાય છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વધુ એક દીકરીના ઘડિયાં લગ્નનું આયોજન કરાવ્યું હતું. જેમાં બ્રહ્મ સમાજના ઘડીયા સમૂહ લગ્ન આયોજન કરાયું હતું.જેમાં મોરબીના પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.

