HomeGujaratપોતાના અપહરણનું નાટક કરીને તાપીના શિક્ષકે પોલીસને રાજસ્થાન સુધી દોડાવી

પોતાના અપહરણનું નાટક કરીને તાપીના શિક્ષકે પોલીસને રાજસ્થાન સુધી દોડાવી

તાપી જિલ્લામાંથી પોલીસને પરેશાન કરતો કેસ સામે આવ્યો છે. જેમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદ ગામેતીની દીકરીએ પિતાનું અપહરણ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ તપાસના અંતે જાણવા મળ્યું કે, શિક્ષકે પોતે જ પોતાનું અપહરણ થયાનું નાટક કરીને પોલીસને રાજસ્થાન સુધી દોડાવી હતી. તાપીના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી સરકારી સ્કૂલના શિક્ષકનું ચાર અજાણ્યા વ્યક્તિઓએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી.

આ કેસમાં નવા વળાંક આવતા પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે કે, શિક્ષકે જ પોતાનું અપહરણ થયા હોવાનું નાટક કર્યું હતું. આમ પોલીસને ખોટી રીતે છેક રાજસ્થાન સુધી હેરાન પરેશાન કરી હતી. આ શિક્ષકને પકડી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગત તારીખ 5 એપ્રિલના રોજ શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદ ગામેતીનું અપહરણ કરાયુ હોવાનુ જાણવા મળ્યું હતું. 4 જેટલા અજાણ્યા વ્યક્તિઓએ તેમની જ કારમાં અપહરણ કરી બીજે ક્યાંક લઈ ગયા હતા. જેની ફરિયાદ વ્યારા પોલીસ સ્ટેશનમાં એમની દીકરીએ નોંધાવી હતી.

એ પછી વ્યારા પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરીને એમની શોધખોળ શરૂ કરી હતી. પછી આ શિક્ષક રાજસ્થાનમાં હોવાનું સામે આવ્યું હતું. એટલે તાપી પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી. પછી આ શિક્ષકને પોલીસ વ્યારા લઈ આવી હતી. પોલીસ સ્ટેશને લાવીને આકરી ઢબે જ્યારે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે, શિક્ષકે પોતાનું જ અપહરણ કરાવ્યું હતું. આ પોલીસને ખોટી રીતે હેરાન પરેશાન કરી હતી. આ કેસમાં પોલીસે ખોટી રીતે પરેશાન કરવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે.

જ્યારે દીકરી ફરિયાદ લઈને આવી ત્યારે પોલીસ યુદ્ધના ધોરણે દોડતી થઈ ગઈ હતી. હવે શિક્ષકને સ્કૂલમાં જવાના બદલે જેલમાં જવાનો વારો આવ્યો છે. જોકે, ક્યા કારણોસર અપહરણ કરાવ્યું અને શું મામલો હતો એ હજું સુધી સામે આવ્યું નથી. પોલીસ બીજી પૂછપરછમાં કોઈ મોટી વિગતના ખુલાસા કરી શકે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમાં ગુનાખોરીના ગ્રાફ વધી રહ્યા છે. એવામાં આવા કેસથી પોલીસ પણ પરેશાન થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW