ક્રાઈમ બ્રાંચને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે દહેગામ પાસે આવેલી ટ્રેનિંગ એકેડેમીમાંથી આખેઆખું નકલી પોલીસ બોર્ડ ઝડપાયું છે. જેમાં ગમે તેને માંગો ત્યાં નોકરી મળતી હતી. એટલું જ નહીં આરોપીઓ જે તે ઉમેદવારને કસોટીમાં પાસ પણ કરાવી દેતા હતા. પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને કરોડો રૂપિયાની છેત્તરપિંડી કરીને આરોપીએ કેટલાયને ખંખેર્યા હતા.
આરોપીઓની ઓળખ
આ કેસમાં અમદાવાદ પોલીસ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે પોલીસ યુનિફોર્મ, લેપટોપ, નકલી કોલ લેટરો અને રોકડ રકમ જપ્ત કરી લીધી છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં બંધ થયેલા આ ત્રણે આરોપીઓ પર સરકારી ભરતીમાં પૈસા લઇ પાસ કરાવી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાંથી એક વ્યક્તિ દહેગામમાં ટ્રેનિંગ સેન્ટરના બેનર હેઠળ છેત્તરપિંડી કરવાનું કૌભાંડ આચરતો હતો. પોલીસે જેની ધરપકડ કરી છે એમાં હરીશ પ્રજાપતિ, રવિપ્રતાપસિંગ રાવત અને પૂજા ઠાકોર એમ ત્રણ આરોપીનો સમાવેશ થાય છે.
જેઓ પોતાની એકેડેમીમાં બેસીને ગુજરાત સિવાય પણ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી જે નોકરી મેળવવા ઈચ્છે છે એમને ગુજરાતના રાજ્ય સરકારમાં ભરતી કરાવી, નોકરી અપાવી દેવાની લાલચ આપીને મોટી રકમ ખંખેરતા હતા. આમ રૂપિયા પડાવી લેવાનું કૌભાંડ ચાલતું હતું. ચોક્કસ બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળતા દહેગામ તરફ જવાના રોડ પાસેથી હરીશ પ્રજાપતિને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી રવિપ્રતાપસિંગ રાવત વર્ષ 2020 થી સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર ખોલી તેમાં સંચાલક હરીશ પ્રજાપતિ તથા પુરવીરસિંગ ઉર્ફે કરનલ સાથે મળી વિદ્યાર્થીઓને લાલચ આપીને પૈસા ખંખેરવાનું કામ કરી રહ્યા હતા.

આ રીતનું હતું પ્લાનિંગ
એક આયોજન અનુસાર ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી લેતા માંગતા હોય એવા ઉમેદવારને શોધી ગુજરાત રાજ્ય સરકારમાં નોકરી આપવાની લાલચ દઈને એમની પાસેથી જરૂરી પુરાવા લઈ પૈસા પડાવતા હતા. જ્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરી તો એકેડેમીમાંથી હરીશ પ્રજાપતિની ઓફીસના ટેબલમાંથી પેન ડ્રાઈવ અને લેપટોપ મળી આવ્યા હતા. જેમાંથી ડેટા તરીકે LRD અને AMC માટે નોકરી મેળવવા માંગતા રાજસ્થાનના ઉમેદવારોની યાદી હતી. એડમીટ કાર્ડ, અરજી ફોર્મ, ફીની પહોંચ, ફોટા તથા સહીના નમુનાની નકલો, પ્રમાણપત્રો તથા જરૂરી કાગળો સહિત ખાખી કવર મળ્યા છે. જેમાં સરકારી ભરતી માટે વર્ક ઓર્ડર મળે છે. ભેજાબાજ હરીશ પ્રજાપતિ ગુજરાત રાજ્યમાં હાલમાં આવનાારી જુદી જુદી સરકારી નોકરીની ભરતીઓમાં ઓનલાઇન ફોર્મ ભરતો હતો. જેમાં ઉમેદવાર રાજસ્થાન રાજ્યના વતની હોવા છતાં પણ ગાંધીનગર જિલ્લાના જુદા જુદા સરનામા નાંખી અરજી દર્શાવી દેતા. સરકારી નોકરી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી જુદી જુદી કેટેગરી, વિભાગ અને સેક્શન અનુસાર પૈસા લેવાતા હતા. જે હજારોમાંથી નહીં પણ લાખોમાં હતા.
આંકડાકીય રીપોર્ટ
અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય સરકારની જુદી જુદી ભરતીઓના કુલ 81 ફોર્મ ભરી એમાં રાજસ્થાન 60, ઉત્તરપ્રદેશ 4 તથા ગુજરાત રાજયના -17 ફોર્મ ભરી નાંખ્યા હોવાની આરોપીએ કબૂલાત પોલીસ સામે કરી લીધી છે. કુલ 81 જેટલા ઉમેદવાર પાસેથી રૂ.3 કરોડ 24 લાખ 90 હજારની રકમ મેળવી છે. હરીશ પ્રજાપતિ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જે આ કેસમાં માસ્ટર માઈન્ડ છે. તેણે મહેસાણા પોલીસમાં આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ખંખેર્યા હતા. આ કેસમાં તે પકડાઈ ચૂક્યો છે. આ કેસમાં મહેનતુ ઉમેદવારોને અન્યાય ના થાય તે માટે ખાતરી આપતા કહેતા કે, પૈસા આપી ભરતી સરકાર કરતી નથી. ફરાર આરોપી શાહરૂખ હજું પોલીસની પકડમાં આવ્યો નથી. જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. 1 PSI ઉમેદવાર તથા લોકરક્ષક ના 3 ઉમેદવારો લેખે કુલ રૂપિયા રૂ. 25 લાખ પડાવ્યા હોવાની માહિતી મળી છે. જેથી પોલીસે એને પકડવા માટે તપાસ ચાલું કરી છે.

આવો પણ એક રોલ
હકીકત એવી પણ સામે આવી હતી કે રવિપ્રતાપસિંગ અને પુરવીન્દરસિંગને શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ત્રણ ઉમેદવારના સંપર્કમાં હતા. જેની પાસે પાસ કરેલાનો સિક્કો મારેલા કાગળીયા હતા. જ્યારે 11 ઉમેદવારોના અરજી ફર્મની મુદ્દત પસાર થઈ ગયા બાદ પણ ફોર્મ ભર્યું હતું. એવા કેટલાક ઉમેદવારના નકલી એડમિટ કાર્ડ પણ હતા. તે તમામ ઉમેદવારોના ફિઝિકલ એડમીટ કાર્ડમાં પોતે બનાવડાવેલા PST PASS, PET IASS LRD PASS, CHIP VERIFIED ના રબર સ્ટેમ્પ એડમીટ કાર્ડ પોલીસે જપ્ત કર્યા છે. જોકે આ કેસમાં સંડોવાયેલ મહિલા આરોપી પુજા ઠાકોરે હરીશ પ્રજાપતિએ પોતાને એડમીટ કાર્ડમાં પરીક્ષામાં પાસ થયેલા હોવા અંગેનો પોતાની પાસેનો સિક્કો મારી આપેલા હોવાની કબૂલાત કરી આપી હતી.
જુદી જુદી કેટેગરી માટે કેટલા ખંખેરતા
PSIના ઉમેદવાર 10 લાખ,
LRD પુરૂષ ઉમેદવાર દીઠ રૂ.5 લાખ,
LRD મહિલા ઉમેદવાર દીઠ રૂ.4 લાખ,
તલાટી કમ મંત્રી વર્ગ -૩ ભરતીના ઉમેદવાર દીઠ રૂ. 5 લાખ,
સીનિયર ક્લાર્ક વહિવટ હિસાબ વર્ગ-૩ ભરતીના ઉમેદવાર દીઠ રૂ. 2.50 લાખ
ઇન્ડીયન આર્મી રિક્રુટમેન્ટ ભરતીના ઉમેદવાર દીઠ રૂ. 3.50 લાખ
AMC માં નોકરી અપાવવાના બહાને રૂ.1.50

