HomeNationalભારે કરી આધારકાર્ડમાં જ લખી નાંખ્યુ મધુનું પાંચમુ બાળક,શિક્ષકો પણ ચોંક્યા

ભારે કરી આધારકાર્ડમાં જ લખી નાંખ્યુ મધુનું પાંચમુ બાળક,શિક્ષકો પણ ચોંક્યા

ઉત્તરપ્રદેશના બદાયુમાં આધારકાર્ડ બનાવતા સમયે એક બેદરકારી સામે આવી છે. જેને જોઈને સૌ કોઈ હેરાન થયા છે. આ બેદરકારી ઉપરથી જ ખબર પડી રહી છે આધારકાર્ડ બનાવનાર લોકો કેટલા બેદરકાર હોય છે અને પોતાની મનમાની કરી રહ્યાં છે. આધારકાર્ડ બનાવ્યાના બે વર્ષ બાદ જ્યારે બાળકને જ્યારે સ્કુલમાં ભણવા માટે બેસાડ્યો ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તેમજ આ જોઈને શિક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતાં.

ઉત્તરપ્રદેશના બદાયુના બિલ્સીના એક ગામમાં એક વ્યક્તિએ તેના બાળકનું એડમિશન કરાવવા માટે પ્રાથમિક વિદ્યાલય પહોચ્યો તો શિક્ષકે તેના બાળકનું એડમિશન કરવાની ના પાડી દીધી હતી. તેનું કારણ હતું આધારકાર્ડ ઉપર બાળકનું નામ. બાળકના આધાર ઉપર નામની જગ્યાએ મધુનું પાંચમુ બાળક લખ્યું હતું. આધારકાર્ડ ઉપર આવું નામ જોયા બાદ શિક્ષકે બાળકના પિતાને તેને આધારકાર્ડ ફરીથી કઢાવવા માટે કહ્યું હતું.

મધુનું પાંચમુ બાળક લખેલુ આધારકાર્ડ અત્યારે સોશયલ મીડિયામાં ખુબ વાઈરલ થયું છે. બિલ્સી તાલુકાના રાયપુર ગામમાં રહેનારા દિનેશને પાંચ બાળક છે. તેના ત્રણ બાળક ગામની પ્રાથમિક શાળામાં ભણી રહ્યાં છે. દિનેશે પોતાની પુત્રી આરતીનું એડમિશન કરાવવા માટે પહોંચ્યો ત્યારે ત્યાં હાજર શિક્ષક એકતા વાષ્ણેયએ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરતા જ્યારે બાળકનું આધારકાર્ડ જોયું તો તે પણ ચોંકી ઉઠ્યાં હતાં. આધારકાર્ડમાં બાળકી આરતીના નામના સ્થાન ઉપર મધુનું પાંચમુ બાળક એવુ લખ્યું હતું. શિક્ષિકાએ આરતીના પિતા દિનેશથી આધારકાર્ડમાં નામમાં ફેરફાર કરીને લાવીને એડમિશન આપવાની વાત કરી છે.

આધારકાર્ડમાં આ પ્રકારની બેદરકારીનો કિસ્સો સામે આવ્યા બાદ બદાયુના જિલ્લાધિકારી દિપા રંજને જણાવ્યું હતું કે, આધારકાર્ડ બેંક અને પોસ્ટ ઓફિસોમાં બનાવાઈ રહ્યાં છે. આ કેસ મારી પાસે આવ્યો નથી. પરંતુ જો આવી બેદરકારી છે તો બેંક અને પોસ્ટ ઓફિસના અધિકારીઓને સૂચના આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW